Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 260
________________ पुढवी साली जवाचेव हिरण्यं पसुभिस्सइ । पडिपुण्णं नालमेगस्स, इ इ विज्जा तवंचरे ॥ ९/४९ હે બ્રાહ્મણ, ભૂમિ, જવાદિ ધાન્ય, સોનું વગેરે ધનસંપત્તિ, પશુ આદિ વૈભવ એક જીવાત્માની ઇચ્છાપૂર્તિ માટે પર્યાપ્ત નથી, એવું સમજીને બાર પ્રકારનું તપ કરવું જોઈએ. ઈન્ટે કહ્યું : 'હે રાજનું આશ્ચર્યની વાત છે કે આપ વિદ્યમાને અદ્ભુત ભોગોનો ત્યાગ કરીને અવિદ્યમાન સ્વર્ગનાં સુખોની ચાહના કરો છો. અપ્રાપ્ત ભોગોની અનંત ઇચ્છાઓથી હત-પ્રહત થઈ રહ્યા છો. તમે વિવેકી છો. અપર્યાપ્ત ભોગોની ઇચ્છાથી પ્રાપ્ત ભોગોનો ત્યાગ ન કરવો જોઈએ.’ નમિરાજર્ષિએ કહ્યું , सल्लंकामा, विसंकामा, कामा, आसीविसोवमा । कामे पत्थयमाणा य अकामा जंति दुग्गइं ॥ ९/५३ अहे वयइ कोहेणं माणेणं अहसा गई । माया गइ पडिग्घाओ लोहोओ दुहओ भयं ॥ ९/५४ . હે બ્રાહ્મણ, શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શનાં કામસુખ શિલ્યરૂપ છે. કાંટા જેવાં છે. ઝેર જેવાં છે અને કાળા નાગ જેવાં છે. કામભોગોની ઈચ્છા કરવા માત્રથી જીવા નરક - તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે, કામભોગ ભોગવવાની વાત તો દૂર રહી. હે બ્રાહ્મણ, ક્રોધથી નરકગતિ મળે છે. માન-અભિમાનથી નીચ ગતિ મળે છે. માયાથી સદ્ગતિનો નાશ થાય છે અને લોભથી આ ભવમાં અને પરભવમાં અનેક ભય ઉત્પન્ન થાય છે, દેવરાજ ઇન્દ્રને “નમિરાજર્ષિનો વૈરાગ્ય જ્ઞાનમૂલક છે એ વાતની પ્રતીતિ થઈ ગઈ. તેને અતિ હર્ષ થયો. તેણે પોતાનું ઇન્દ્રરૂપ પ્રકટ કર્યું અને નમિરાજર્ષિના ચરણોમાં ભાવપૂર્વક વંદના કરીને સ્તુતિ કરી. દેવરાજ ઇન્દ્ર રાજર્ષિની સ્તુતિ કરે છે ? ‘હે રાજર્ષિ, આપે ક્રોધને જીતી લીધો છે. માન-અભિમાનને હરાવી દીધાં છે. માયાનું વિસર્જન કર્યું છે અને લોભ સ્વાધીન કરી દીધો છે. હે રાજર્ષિ. આપની કેવી શ્રેષ્ઠ સરળતા છે? કેવી અપૂર્વ નમ્રતા છે? કેવી અલૌકિક ક્ષમા છે?, અને કેવો અલૌકિક - અસાધારણ સંતોષ છે?' ‘હે પૂજ્ય, આપ ઉત્તમ ગુણોથી સંપન છો, એટલા માટે વર્તમાન જીવનમાં ઉત્તમ છો અને પરલોકમાં પણ ઉત્તમ હશો. આપ કર્મમુક્ત બનીને ઉત્તમોત્તમ સ્થાનમુક્તિમાં જશો.' | ૨૪૮ શાન્તસુધારસઃ ભાગ ૧ |

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286