Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 265
________________ એકલા આસન જમાવીને હવાની લહરો અને પક્ષીઓના મધુર કૂજન સિવાય જ્યાં કશું જ ન હોય, મંદિરના પૂજારી પણ પોતાને ઘેર ગયો હોય, એવી જનરહિત નીરવ શાન્તિમાં, પરમાત્માના સાનિધ્યમાં એકત્વ અને સમત્વનો નિજાનંદ પામ્યો છું. હું તીવ્ર સંવેદનાઓથી મુક્ત થયો છું. અનેકતાના કોલાહલમાંથી મુક્ત થઈને દૂર દૂર એકત્વના ક્ષીરસમુદ્રમાં ડૂબકીઓ મારી શકવાની મસ્તી મેં મેળવી છે. હવે અનેકતામાંથી પ્રાપ્ત થતું સુખ મારે ન જોઈએ. અનેકતામાંથી ઉત્પન્ન થતો આનંદ પણ મારે ન જોઈએ. એ મને ગમશે નહીં. પર-સાપેક્ષ જીવન હવે જીવવું નથી. હવે તો આ નાનકડી જિંદગીમાં આત્માના અદ્વૈત-એકત્વની મન ભરીને સાધના કરી લેવી છે. આત્માનું સ્થાયી હિત શોધી લેવું છે. નિત્ય અને શાશ્વતું. ગુણસમૃદ્ધિ પ્રાપ્ત કરી લેવી છે. આત્મસાક્ષીએ આવો નિર્ણય કરી લેવો છે અને આ નિર્ણયને વૃઢ કરવા માટે પરમાત્માને પ્રાર્થના કરવાની છે. લવકુશનો ગૃહત્યાગ : જ્યારે જીવન ચંચળ છે, અશરણ છે, સંસાર નિર્ગુણ-અસાર છે અને આત્મા એકલો છે, ત્યારે પ્રબુદ્ધ માણસે આત્મકલ્યાણ જ સાધી લેવું જોઈએ. આ સંબંધમાં તમને રામાયણકાલીન એક અદ્ભુત ઘટના સંભળાવું. અયોધ્યાના રાજમહેલમાં અચાનક લક્ષ્મણનું મૃત્યુ થઈ ગયું હતું. અંતઃપુરની રાણીઓ ઘોર આક્રંદ કરવા લાગી હતી. રાણીઓ અને દાસીઓનો કરુણ વિલાપ સાંભળીને શ્રીરામ ત્યાં પહોંચ્યા, અને બોલ્યા: ‘તમે લોકો આ શું કરી રહ્યાં છો? હું જીવતો છું. મારો ભાઈ લક્ષ્મણ પણ જીવતો છે, એને કોઈક રોગ થયો છે, તેથી તે મૂછિત થઈ ગયો છે. હમણાં જ હું વૈદ્યોને બોલાવીને ઔષધ ઉપચાર કરાવું છું.” - શ્રીરામે તરત જવૈદ્યોને બોલાવ્યા, ઔષધ અને મંત્રોના પ્રયોગો કરાવ્યા. માંત્રિક અને તાંત્રિકો બોલાવ્યા. પરંતુ બધું જ નિષ્ફળ ગયું. શ્રીરામ દુઃખથી મૂર્ષિત થઈ ગયા. તે હોશમાં આવ્યા તો કરણ વિલાપ કરવા લાગ્યા. વિભીષણ, સુગ્રીવ, શત્રુદ્ધ વગેરે અયોધ્યામાં જ હતા, તે બધા પણ રામની સાથે કરુણ આક્રંદ કરવા લાગ્યા. કૌશલ્યા, સુમિત્રા વગેરે માતાઓ - પુત્રવધૂઓ વગેરે પણ વારંવાર મૂર્શિત થવા લાગી અને કરુણ રુદન કરવા લાગી. અયોધ્યાના પ્રત્યેક માર્ગમાં, પ્રત્યેક ઘરમાં અને પ્રત્યેક દુકાનમાં શોકદ્વૈિત ફેલાઈ ગયું. એ સમયે શ્રીરામના બે પુત્રો લવ અને કુશ શોકસાગરમાં ડૂળ્યા હતા. તેઓ ગહન ચિંતનમાં, ગહન આત્મમંથનમાં ઊતરી ગયા. અમારા પિતાતુલ્ય લક્ષ્મણજી અચાનક ચાલ્યા ગયા....કૂર મહાકાળે એમના જેવા અદ્વિતીય પરાક્રમી વાસુદેવનું એકત્વ ભાવના ૨૫૩

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286