Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 274
________________ અવધિજ્ઞાનથી તેમણે જોયું કે “શ્રીરામ શું કરે છે?” અવધિજ્ઞાનના આલોકમાં તેમણે શ્રીરામને અણગાર બનેલા જોયા. કોટિશિલા ઉપર ધ્યાનસ્થ થયેલા જોયા. તેમના મનમાં ચિન્તા થઈ કે “જે તે શુક્લધ્યાનમાં પહોંચી જશે તો સર્વજ્ઞ - વીતરાગ બનીને મુક્ત બની જશે. હું ઈચ્છું છું કે તે સંસારમાં જ રહે. તો તેમની સાથે મારો સંબંધ થઈ શકે. હું તેમને અનુકૂળ ઉપસર્ગ કરું. ધ્યાનથી વિચલિત કરું, જેથી મૃત્યુ બાદ મારા મિત્ર દેવ બને.” આવું વિચારીને સીતેન્દ્ર શ્રીરામ મુનિની પાસે કોટિશિલા પર આવ્યા. તેમણે ત્યાં વસંતઋતુથી વિભૂષિત એક વિશાળ ઉદ્યાન ઊભું કરી દીધું ! દેવ હતા ને? થોડીક ક્ષણોમાં જ જે ચાહે તે બની શકતું હતું. ઉદ્યાનમાં વૃક્ષોની ડાળી ઉપર કોકિલો ગાતા હતા, મલયાનિલ વાવા માંડ્યો, પુષ્પસુવાસથી હર્ષિત ભ્રમરવંદ ગુંજારવ કરવા લાગ્યું. ચંપક, ગુલાબ, બોરસલ્લીનાં નવાં સુવાસિત પુષ્પો આવી ગયાં. સીતેન્દ્ર પોતાનું સીતાનું રૂપ બનાવી દીધું. અન્ય સ્ત્રીઓની સાથે મહામુનિની પાસે આવીને સીતા બોલવા લાગ્યાં: હે નાથ! હું આપની પ્રિયતમા સીતા છું. આપની પાસે આવી છું. હે નાથે, એ સમયે મેં આપ જેવા પતિનો ત્યાગ કરીને દીક્ષા લઈ લીધી હતી, પરંતુ પાછળથી ભારે પશ્ચાત્તાપ થયો હતો. આ વિદ્યાધર કુમારિકાઓએ મને પ્રાર્થના કરીઃ “આપ દીક્ષા છોડી દો અને પુનઃ શ્રીરામની પટરાણી બની જાઓ. અમે સર્વે પણ શ્રીરામની રાણીઓ બની જઈશું. એટલા માટે હે નાથ, આપ આ વિદ્યાધર કુમારિકાઓ સાથે લગ્ન કરી લો, હું પણ આપની સાથે પૂર્વવત્ સ્નેહ કરીશ. મેં આપનું અપમાન કર્યું હતું તેની મને ક્ષમા આપો.' વિદ્યાધર કુમારિકાઓનાં સીતેન્દ્ર ગીત-નૃત્ય શરૂ કરી દીધાં, પરંતુ શ્રીરામમુનિ એનાથી પ્રભાવિત ન થયા. તેમણે તો ઉદ્યાનની શોભા ય ન જોઈ કે સીતાનાં વચન સાંભળ્યાં નહીં. ગીત-નૃત્ય પણ ન જોયાં. ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશી ગયા અને માઘ માસની શુક્લા બારશની રાત્રે ચોથા પ્રહરમાં મહામુનિને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તે વીતરાગ - સર્વજ્ઞ બની ગયા. તેમનો આત્મા પૂર્ણ જ્ઞાનથી, પૂર્ણ દર્શનથી, પૂર્ણ શક્તિથી અને પૂર્ણ વીતરાગતાથી ઉજ્જવળ બની ગયો. અઘાતી કર્મોનો ક્ષય કરીને આત્મા પરમાત્મા બની જાય છે. સિદ્ધ, બુદ્ધ, મુક્ત બની જાય છે, અનામી અને અરૂપી બની જાય છે. હૃદયમંદિરમાં પરિપૂર્ણ આત્માની રમણતા હોઃ આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરવા માટે હૃદયમાં પરમ-આત્માનું ચિંતન કરો, દર્શન કરો, ધ્યાન કરો. આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રમય વિશુદ્ધ સત્તા છે. ચૈતન્યમય ૨૬૨ શાન્ત સુધારસઃ ભાગ ૧ |

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286