Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 277
________________ કર્મના ક્ષયોપશમથી થાય છે, આપણે એમને બંધ શા માટે કરીએ? આપણે એ અભ્યાસ કરવો પડશે કે આપણે ઇન્દ્રિયોનો માત્ર ઉપભોગ જ કરીએ, રાગદ્વેષ ન કરીએ. પ્રશ્ન શું એ સંભવ છે? ઉત્તરઃ હા, અંતર્મુખતા આવતાં આ સંભવ છે. અંતર્મુખ મનુષ્ય માટે આ સ્થિતિ સહજ સંભવ છે. પછી છલના - પ્રવંચના નથી રહેતી. પ્રશ્નઃ અંતર્મુખ કેવી રીતે બની શકીએ? ઉત્તરઃ અંતર્યાત્રાથી. બહિરાત્માથી મુક્ત થઈને અન્તરાત્મ દશામાં જવું પડશે. આત્મજ્ઞાની બનવું પડશે. રાચે સાચે ધ્યાનમાં, નીચે વિષય ન કોઈ. નાચે રાચે મુગતિરસ, આતમજ્ઞાની સોઈ. વિષયોથી વિમુખ બનીને અધ્યાત્મમાં જ જેની રુચિ થઈ જાય છે, એકમાત્ર મુક્તિ-મોક્ષ'. જ જેનું લક્ષ્ય થઈ જાય છે, તે આત્મજ્ઞાની કહેવાય છે. એવો. આત્મજ્ઞાની જ પરમાત્માને પોતાના અનુભવમંદિરમાં રાખે છે. ગ્રંથકાર એવી ભાવના કરે છે : ' પરમેશ્વર દ્વાનુમવસને મતાવિનશ્વરઃ | આવો અંતરાત્મા જ ‘સમતાસુધા'નો આસ્વાદ કરે છે. એને જ વિષયાતીત સમતારમાં પ્રેમ જાગૃત થાય છે. સમતા સુધાનો આસ્વાદ કરો: આત્મજ્ઞાની પુરુષ જ્યારે અંતરાત્મ દશામાં મસ્ત બનીને સમતાસુધાનો આસ્વાદ કરે છે, ત્યારે એનો જીવનવ્યવહાર જ બદલાઈ જાય છે. આ સંસારની સાથે, સંસારના રાગદ્વેષી લોકોની સાથે એનો કોઈ સંબંધ જ નથી રહેતો! દુનિયાની નજરે આત્મજ્ઞાની ઉન્મત્ત જેવો દેખાય છે. આત્મજ્ઞાનીની વૃષ્ટિમાં દુનિયા આંધળી લાગે છે, “સમાધિશતકમાં કહ્યું છે કે - જગ જાણે ઉન્મત્ત યહ, યહ જાણે જગ અંધ, જ્ઞાની કો જગ મેં રહ્યો. હું નહીં કોઈ સંબંધ. કેટલી સાચી વાત કહી દીધી છે ઉપાધ્યાય યશોવિજયજીએ !! જ્ઞાની પુરુષોને, આત્મજ્ઞાની પુરુષોને “ઉન્મત્ત’ પાગલ સમજીને જગતે એમને કેટલા સતાવ્યા છે? ભગવાન મહાવીરને પણ બાર વર્ષ સુધી દુનિયાએ કેટલા સતાવ્યા હતા? દેવોએ સતાવ્યા હતા, મનુષ્યોએ પણ સતાવ્યા હતા. પરંતુ જે આત્મજ્ઞાની હોય છે તે એકત્વ ભાવના ૨૬૫ | *

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286