Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 278
________________ શરીરથી, મમત્વથી મુક્ત હોય છે. તેઓ સદેવ સમતા-અમૃતમાં - તેના આસ્વાદમાં મગ્ન રહે છે. ભલે કોઈ એમના શરીરની ચામડી ઉતારી લે અથવા મસ્તક ઉપર સળગતા અંગારા ભરે. ભલે ને કોઈ એમના ઉપર મુઠીપ્રહાર કરે અથવા ગાળોની ઝડી વરસાવે. તે તો સમજે છે - આ લોકો અંધ છે. તેઓ કશું જોતા જ નથી. એમના ઉપર કરણા જ કરવાની હોય. અંધ ઉપર ક્રોધ શું કરવો? આમ પણ આત્મજ્ઞાની વિકલ્પોથી મુક્ત હોય છે. તેઓ રાગદ્વેષના ફાલતું વિચારો કરતા જ નથી ! તેઓ સમજે છે. નિર્વિકલ્પ મુજ રૂપ હૈ, દ્વિધાભાવ ન સુહાઈ.” આત્મજ્ઞાનના ચિંતનમાં, એમની અન્તર્યાત્રામાં વિકલ્પોને કોઈ સ્થાન નથી. એમની અન્તર્યાત્રામાં દ્વતને જગા જ નથી હોતી. હું બહિરાતમ છાંડ કે અંતરાતમ હોઈ, પરમાતમ મતિ ભાવિએ, જહાં વિકલ્પ ન હોઈ. એ આત્મજ્ઞાનીની અન્તર્યાત્રામાં એકમાત્ર પરમ આત્મા જ હોય છે. બીજો કોઈ વિકલ્પ હોતો નથી. એનું મન, એની મતિ - બુદ્ધિ બધું જ પરમાત્મામય બની જાય છે. પરમાત્મભાવની વાસના દૃઢ થઈ જાય છે. પરિણામસ્વરૂપ આત્મા પરમાત્મા બની જાય છે. સો મેં યા દ્રઢ વાસના, પરમાતમ પદ હેત. ઇલિકા ભ્રમરી ધ્યાનગત. જિનમતિ જિનપદ દેત. જે પ્રકારે ઈયળ-કીડો ભમરીનું ધ્યાન કરે છે, તો તે ભમરી બની જાય છે, એ રીતે પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં અંતરાત્મા પરમાત્મા બની જાય છે. પરમાત્મભાવમાં વાસના બની જવી જોઈએ. વૃઢ વાસના બની જવી જોઈએ. પરમાત્મભાવમાં વાસના દૃઢ કેવી રીતે બને?? પ્રશ્ન : આપે કહ્યું તે સિદ્ધાંતની દ્રષ્ટિએ બરાબર છે, પરંતુ પરમાત્મભાવમાં વાસના થતી જ નથી ! વૈષયિક સુખોમાં જ વાસના દૃઢ હોય છે. ઉત્તરઃ હું ઇન્દ્રિયોથી, શરીરથી ભિન્ન છું. મારાથી શરીર-ઈન્દ્રિયો ભિન્ન છે. હું તો વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા જ છું. આ શુદ્ધ ભાવના જ પરમાત્મપથની દીપિકા છે. “સમાધિશતકમાં કહ્યું છેઃ દેહાદિક સે ભિન્ન મેં મોસે ચારો તેવું પરમાતમપથ દીપિકા, શુદ્ધ ભાવના એવું અંતર્યાત્રામાં આ ચિંતન વારંવાર કરવાનું છે. કરતા રહો આ ચિંતન. ૬-૮ માસ ૨૬૬ શાન્ત સુધારસ : ભાગ ૧

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286