Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 280
________________ હે આત્માનું ! તું પોતાનું જ ધ્યાન ધર, પોતાના આત્માનું ધ્યાન ધર, કારણ કે ધ્યાનમાં એકત્વ જ, એકલાપણું જ આવશ્યક હોય છે. ધ્યાનમાં બીજાનો સંયોગ વિક્ષેપ કરે છે. તે વિચાર, આ સંસારમાં તું જ્યાં જન્મ્યો ત્યાં એકલો જ જન્મ્યો છે. અને મર્યો પણ એકલો જ છે. કોઈ સાથે આવ્યું નથી અને આવનાર પણ નથી. આ સંસારમાં વિષ્ણુ, શિવ વગેરે પણ, બીજા દેવ અને મનુષ્ય પણ સૌ એકલા જ આવ્યા છે અને આ સંસારમાં વિવિધ ખેલ રચાવીને એકલો જ ચાલ્યા ગયા. આ બધા એકલા ગયા, કોઈને ય સાથે ન લઈ ગયા. તેમની સમૃદ્ધિ એમની સાથે ન ગઈ. તેઓ માત્ર પોતાનાં શુભાશુભ કર્મો જ લઈ ગયા. ખાલી હાથે ચાલ્યા ગયા. હે દુનિયાના માણસો, વિશાળ પરિવાર જોઈને ખુશ ન થતા. કારણ કે આ પરિવાર તમને કશાય કામમાં નહીં આવે! તમારી બધી ચિંતા વ્યર્થ જવાની છે. જેમ આકાશને આલિંગન આપવું વ્યર્થ છે, કશું જ પ્રાપ્ત થતું નથી, એ જ રીતે વિશાળ પરિવાર પરલોકમાં જતાં ઉપયોગી થવાનો નથી. એટલા માટે હે ભવ્ય લોકો, તમે શાન્તસુધારસના સરોવરમાં સ્નાન કરતા રહો. પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપ ઝેરને દૂર કરો. એકત્વ ભાવનાનું ચિંતન કરીને તમે જાતે જ તરો. હિંસા અસત્યાદિ પાપો દ્વારા આ જીવ અનેક પ્રકારના રોગોનું પાત્ર બને છે, અને જે રીતે પાણી વગર માછલી દુઃખી થઈ જાય છે એ રીતે એકલો જીવ બિચારો દુર્ગતિમાં દુઃખ પામે છે. આ રીતે એકત્વ ભાવના ભાવીને નમિરાજા મિથિલાનું રાજ્ય છોડીને, અંતઃપુરનો ત્યાગ કરીને અણગાર બન્યા હતા, પ્રત્યેક બુદ્ધ બન્યા હતા. ઇન્દ્ર તેમના વૈરાગ્યની પરીક્ષા કરી હતી, નમિરાજર્ષિ એ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. દેવેન્દ્ર એમના ચરણોમાં વંદન કરીને પાછો દેવલોકમાં ગયો હતો. ઉપસંહારઃ એકત્વ ભાવનાનું આ ગીત યાદ કરી લેશો અને ગણગણશો તો મજા પડશે. અને સમય મળે ત્યારે આ પ્રવચનોને વાંચતા રહેશો. સંસારમાં મનુષ્યને કોઈને કોઈ પ્રકારની અશાંતિ આવી પડે છે, એ સમયે આ પ્રવચનો તમને અવશ્ય શાન્તિ આપશે. સમતા પ્રદાન કરશે. તમે શાન્તિ-સમતાનો આસ્વાદ કરતા જ રહો એવી શુભ કામના સાથે પ્રવચન પૂર્ણ કરું છું. [૨૬૮ ૨૬૮ વિ | શાન્ત સુધારસ : ભાગ ૧

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286