Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 275
________________ સત્તા છે. એનું સ્વરૂપ આ પ્રકારનું છે. ' अरसमरुवमगंधं अव्वत्तं चेदणागुणमसदं । जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ॥ जीवस्स नत्थि वण्णोण विगंधो ण रसोण विय कासो । ण विरुवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ॥ આપણી ઇન્દ્રિયો જાણે છે શબ્દને, રૂપને, ગંધને, રસને અને સ્પર્શને! આપણા આત્માને શબ્દાદિથી કોઈ સંબંધ નથી. ચૈતન્ય સાથે શબ્દાદિનો સંબંધ ઓછો કરવા માટે, તોડવા માટે કેટલાક પ્રયોગો કરવા પડશે. - આંખ ખુલ્લી છે, રૂપ જોઈ રહ્યા છો. આંખ બંધ કરી, રૂપ દેખાતું બંધ થઈ જશે. - કાન ખુલ્લા છે, શબ્દ સાંભળી રહ્યા છો. કાન બંધ કર્યા, શબ્દ સંભળાવા બંધ થઈ જશે. - નાક ખુલ્લું , ગંધ આવે છે. નાકને બંધ કર્યું, ગંધ આવતી બંધ થઈ જશે. - જીભ સક્રિય છે. રસનો અનુભવ થાય છે. જીભ ઉપર કશું ન નાખો, કોઈ રસાનુભૂતિ નહીં થાય. – કોઈ વસ્તુને સ્પર્શ કરીએ તો સ્પર્શનો અનુભવ થાય છે, કોઈને સ્પર્શ ન કરો, એકલા રહો, સ્પર્શનો અનુભવ નહીં થાય. આ રીતે ઇન્દ્રિયોને કેટલોક સમય વિષયોના સંપર્કથી દૂર રાખો. વારંવાર આવા પ્રયોગો કરતા રહો. ઇન્દ્રિયોનો વિષયો સાથે જે સંપર્ક થાય છે, સંપર્કજન્ય રાગદ્વેષ થાય છે, તે ઓછા કરતા રહો. આખો બંધ કરીને ૪૮ મિનિટ ધ્યાન ધરો. અરૂપની સ્થિતિનો અનુભવ કરો. આત્મા અરૂપી છે. અરૂપની અનુભૂતિ એ આત્માની અનુભૂતિ છે. પ્રશ્નઃ ધ્યાનમાં આલંબન જોઈએ ને? આલંબન રૂપી હશે ! ઉત્તર : સાચી વાત છે, પરંતુ આલંબનનું રૂપ એવું કે રાગદ્વેષ ન થાય. જ્યોતિ સ્વરૂપ આત્માનું આલંબન લો. વીતરાગ મૂર્તિનું રૂપ સામે હોય છતાં પણ રાગદ્વેષ ન થાય એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. “રૂપ પુદ્ગલ છે, આત્મા અરૂપી. છે.' આ જ્ઞાનોપયોગ સતત રહે, એવો અભ્યાસ કરવાનો છે. શબ્દ, રૂપ, રસાદિની સાથે ચેતના જોડાવી ન જોઈએ. ચેતનાની રમણતા જ્ઞાન, દર્શન, ચારિત્ર ઇત્યાદિ આત્મગુણોમાં થવી જોઈએ. એકત્વ ભાવના ૨૬૩

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286