Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 272
________________ – હું નારકી નથી. - હું જાનવર નથી. હું શ્રીમંત નથી, હું ગરીબ નથી. - - હું રોગી નથી, હું નીરોગી નથી. – હું મૂર્ખ નથી, હું બુદ્ધિમાન નથી. – હું રૂપવાન નથી, હું કુરૂપ નથી. હુ યશસ્વી નથી, હું બદનામ નથી. હું આ સર્વ રૂપો કરતાં પર છું. આ સર્વ રૂપો કર્મજન્ય છે, પરભાવજન્ય છે, પુદ્ગલજન્ય છે. એટલા માટે આ સર્વે રૂપોમાં મમત્વ, આસક્તિ રાખવાની નથી. આ રીતે પુણ્ય અને પાપને સમજવાનાં. - બંને પરભાવ છે, બંને પૌદ્ગલિક છે. બંને બંધન છે. પુણ્યકર્મ સોનાની જંજીર છે. પાપકર્મ લોઢાની બેડી છે. કહેવાયું છે કે - પુણ્યપાપ હોય સમ કરી જાણો, ભેદ મ જાણો કોઉ, જિમ બેડી કંચન લોઢાની, બંધનરૂપી દોઉં. -- પુણ્યકર્મમાં હર્ષિત થવાનું નથી અને પાપકર્મમાં શોકાતુર થવાનું નથી. બંને અવસ્થા ૫રદ્રવ્યની છે, પરભાવની છે. આ દૃષ્ટિએ બંને સમાન છે. જેમ કોઈ માણસ કૂવામાં પડીને મરે છે, કોઈ શિખર પરથી પડીને મરે છે - બંનેમાં મૃત્યુ સમાન છે. પણ બંને પ્રકા૨ માનવામાં આવે છે ને ? એ રીતે પુણ્ય-પાપ બે પ્રકા૨ પરભાવના માન્યા છે. કોઈ કૂપ મેં પડિ મુવે, જિમ કોઉ ગિરિ ઝંપા ખાય. મરણ બે સરિખા જાણિયે પણ, ભેદ દોઉ કહેવાય. પુણ્યપાપ પુદ્ગલ શા ઇમ, જે જાણે સમતુલ. શુભ કિરિયા ફલ નવિ ચાહેએ, જાણ અધ્યાતમ મૂલ. આત્માના એકત્વ અને સમત્વના ચિંતનમાં પુણ્યપાપને કર્મપુદ્ગલ સમજીને બંનેને સમાન માનીને એનાથી આત્માની અલિપ્તતાનો ભાવ દૃઢ કરવાનો છે. આધ્યાત્મિક ચિંતનમાં ન પુણ્યનું મહત્ત્વ છે, ન પાપનું મહત્ત્વ છે. આત્મભાવ બંનેથી મુક્ત છે. શુભ - પવિત્ર ધર્મક્રિયા કરવાની છે, પરંતુ મમત્વભાવ રાખવાનો નથી. એનાથી નવા કર્મબંધ થતા નથી. ‘હું પુદ્ગલભાવોનો કતિ પણ નથી અને કાયિતા પણ નથી.' આ પ્રકારની સમજદારી આવતાં નવો કર્મબંધ થતો નથી અને આ પ્રકારનું આધ્યાત્મિક ચિંતન એ મોહશત્રુ ઉપર પ્રથમ પ્રહાર છે. ૨૬૦ શાન્તસુધારસ ઃ ભાગ ૧

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286