Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 271
________________ ગીતામાં કહ્યું જ છે કે ઃ ‘જીવ અરૂપી, રૂપ ધરત તે, પરપરિણતિ પરસંગ.' ‘પરપરિણિત સંગ’ એટલે કે પરપુદ્ગલ સંગ. જ્યાં સુધી આત્મા કર્મોનાં બંધનમાં હશે ત્યાં સુધી તે ‘રૂપી’ જ રહેશે. રૂપ પુદ્ગલનો ગુણ છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ પાંચ પુદ્ગલના ગુણ છે. પુદ્ગલ ખાણો, પુદ્ગલ પીણો, પુદ્ગલ હુંથી કાયા, વર્ણ ગંધ ૨સ ફરસ સહુ એ, પુદ્ગલ હું કી માયા. બધી જ પુદ્ગલની માયા છે. આત્માને પુદ્ગલ સાથે કોઈ મતલબ નથી, તો પણ જીવ પુદ્ગલના અનાદિકાલીન સંગને કારણે પુદ્ગલના ગુણોને પોતાના ગુણ માને છે. માની રહ્યો છે. ‘મારું રૂપ, માર્ગો સ્પર્શ, મારી ગંધ, મારો શબ્દ.... એવું માને છે, એવું બોલે છે, એવો વ્યવહાર કરે છે. પોતાના વિશુદ્ધ આત્મસ્વરૂપનું એને જ્ઞાન જ નથી. - એકત્વ ભાવનામાં આત્માના એકત્વનું જ્ઞાન કરવાનું છે. વિશુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવાનું છે; ત્યારે પુદ્ગલના રૂપ, રસાદિનું મમત્વ છૂટી જશે. શુદ્ધ સોનાની જેમ આત્મસ્વરૂપમાં ચમક આવશે. કર્મવશ જીવનાં અનેક સ્વરૂપ : ર્મવગતો ભવતિ સ્પમનેથા ।' આવિરાટ વિશ્વમાં જીવનાં વિવિધ રૂપો જે દેખાય છે, તે કર્મને કારણે છે. કર્મને લીધે જ જીવ દેવનું રૂપ ધારણ કરે છે, નરકનું રૂપ ધારણ કરે છે, મનુષ્ય અને જનાવરનું રૂપ ધારણ કરે છે. ‘જડ પુદ્ગલ ચેતન કું જગ મેં, નાના નાચ નચાવે.’ કર્મ જડ પુદ્ગલ છે. તે કર્મ ચેતન આત્માને વિવિધ નાચ નચાવે છે. ત્રણ ભુવનમાં સર્વ પ્રકારનો વ્યવહાર કર્મ પુદ્ગલને કારણે જ થાય છે. મોક્ષમાં કર્મ નથી, એક પણ વિકાર નથી, ત્યાં આત્મા ઉપર એક પણ ડાઘ હોતો નથી. શુદ્ધ સોના જેવો છે ત્યાં તો આત્મા ! તીન ભુવનમાં દેખીએ સહુ, પુદ્ગલ કા વ્યવહાર, પુદ્ગલ વિણ કોઉ સિદ્ધરૂપ મેં, દરસત નહીં વિકાર. આ દૃષ્ટિએ જો આત્માની એકત્વની ભાવના ભાવવી હોય તો પુદ્ગલજન્ય સર્વ રૂપોથી ભિન્ન ‘આત્મા’નું ચિંતન કરવું પડશે. જેમ કે – હું દેવ નથી, હું દેવી નથી. – હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. એકત્વ ભાવના ૨૫૯

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286