Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 270
________________ पश्य काञ्चनमितरपुद्गल-मिलितमञ्चति कां दशाम् । केवलस्य तु तस्य स्पं विदितमेव भवादशाम् ॥५॥ एवमात्मनि कर्मवशतो, भवति स्पमनेकथा । कर्ममलरहिते तु भगवति, भासते काञ्चनविधा ।। ६॥ ज्ञानदर्शन चरणपर्यव-परिवृत्तः परमेश्वरः । एक एवानुभवसदने, स रमतामविनश्वरः ।। ७॥ रुचिरसमतामृतरसं-क्षण-मुदितमास्वादय मुदा । विनय विषयातीतसुखरस-रतिरुदञ्चतु ते सदा ।। ८॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્ત સુધારસ' ગ્રંથમાં ચોથી “એકત્વ ભાવના'ના ગેયકાવ્યમાં જણાવે છે કેઃ ૫. ‘તમને તો ખબર છે જ ને ? સોના જેવી મૂલ્યવંતી ધાતુ જો હલકી ધાતુમાં મળી જાય છે તો પોતાનું નિર્મળ રૂ૫ ખોઈ બેસે છે, એવી જ રીતે આત્મા પરભાવમાં પોતાનું નિર્મળ રૂપ ખોઈ બેઠો છે. ૬. પરભાવના પ્રપંચમાં પડેલો આત્મા કોણ જાણે કેટલા સ્વાંગ રચાવે છે? પરંતુ એ જ આત્મા જો કર્મોના મેલથી મુક્ત થઈ જાય તો શુદ્ધ સોનાની જેમ ચમકી ઊઠે ૭. એવા પરમેશ્વર (આત્મા) સદેવ જ્ઞાન-દર્શન અને ચારિત્રના ભાવોથી પરિપૂર્ણ હોય છે. એ જ મારા સ્વાનુભવના મંદિરમાં રમમાણ રહો. ૮. તારા હૃદયમાં શાન્તરસનો આવિર્ભાવ થયો છે. તું જરા એનો આસ્વાદ તો લે? ઐક્ટ્રિક સુખોના ઉપભોગ-રસથી દૂર દૂર એવા શાન્તરસમાં તારું મન આનંદ પામશે.” આપણું રૂપ શોધવું પડશેઃ આત્માનું વિશુદ્ધ રૂપ શુદ્ધાત્મદ્રવ્યમેવાણમં પ્રકટ નથી, તો મનમાં પ્રશ્ન ઊઠે છેઃ વિશુદ્ધ રૂપ ક્યાં ખોવાઈ ગયું છે? એનો ઉત્તર છે - પરભાવમાં. પુદ્ગલભાવમાં આત્માનું વિશુદ્ધ રૂપ ખોવાઈ ગયું છે. છુપાઈ ગયું છે. આ વાત સમજાવવા માટે ગ્રંથકારે સુવર્ણનું ઉદાહરણ આપ્યું છે. પિત્તળ ધાતુમાં કદાચ સોનું ભળી જાય તો સોનું પોતાનું રૂપ ખોઈ બેસે છે. એ રીતે પુદ્ગલભાવમાં આત્માએ પોતાનું રૂપ ખોઈ નાખ્યું છે. આત્માનું રૂપ છે જ નહીં. તે તો “અરૂપી છે, રૂપ તો પુદ્ગલનું જ હોય છે. પુદ્ગલના સંગમાં - સહવાસમાં આત્મા “રૂપી” કહેવાય છે. પુદ્ગલ ૨૫૮ શાન્તસુધારસ : ભાગ ૧

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286