Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 268
________________ વિવિધ મોહચેષ્ટાઓ કરતા રહ્યા....છ માસ સુધી ફરતા રહ્યા. મમત્વ તૂટતાં, રામ સ્વસ્થ થયા : શ્રી સીતાજીની રક્ષા કરતાં કરતાં મરેલું પક્ષી જટાયુ, માહેન્દ્ર દેવલોકમાં દેવ બન્યો હતો. શ્રીરામ પ્રત્યે એને દ્રઢ સ્નેહ હતો. તે સ્નેહથી પ્રેરિત થઈને શ્રીરામની પાસે આવે છે અને રામની રાગાક્રાન્ત મોહમૂઢ દશા જોઈને તેમને પ્રતિબુદ્ધ કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. આમ તો શ્રીરામનો સેનાપતિ કૃતાન્તવદન પણ મરીને દેવ બન્યો હતો, તે શ્રીરામને પ્રતિબોધ આપવા અયોધ્યામાં આવે છે. બંને દેવોએ વિવિધ પ્રયોગોથી શ્રીરામની મોહમૂર્છા દૂર કરી, ‘લક્ષ્મણનું મરણ થઈ ગયું છે,' એ વાસ્તવિકતા સમજાવી. શ્રીરામે લક્ષ્મણના મૃત્યુની વાત માની લીધી, ત્યારે બંને દેવ શ્રીરામને પ્રણામ કરીને દેવલોકમાં ચાલ્યા ગયા. લક્ષ્મણના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યો. રામ હવે સંસારથી વિરક્ત થઈ ગયા. સીતા, લક્ષ્મણ અને લવકુશ વગરની દુનિયા એમને હવે ઉજ્જડ લાગવા માંડી. સંસારની અસારતાનું એમને વાસ્તવિક જ્ઞાન થઈ ગયું. તેમણે શત્રુઘ્નને રાજ્ય ગ્રહણ કરવા કહ્યું. પરંતુ શત્રુઘ્ને તેમને કહ્યું કે ‘હું પણ આપની સાથે દીક્ષા લઈશ.' ત્યારે રામે લવના પુત્ર અનંગદેવનો રાજ્યાભિષેક કરાવ્યો અને તેઓ સુવ્રત નામના મુનિવર પાસે ગયા. સુગ્રીવ, શત્રુઘ્ન, વિભીષણ, વિરાધ વગેરેની સાથે શ્રીરામે ગૃહવાસનો ત્યાગ કર્યો અને અણગાર બની ગયા. આ સમાચાર સમગ્ર ભારતમાં ફેલાઈ ગયા. સોળ હજાર રાજાઓએ પણ દીક્ષા લીધી. એકત્વ અને સમત્વની આરાધના કરતાં કરતાં શ્રીરામ મહામુનિ વગેરેએ મુક્તિ પ્રાપ્ત કરી લીધી. એકત્વ અને સમત્વથી મુક્તિ ઃ સર્વ કર્મોથી મુક્તિ પામવાની છે તો પછી એકત્વ અને સમત્વની આરાધના કરવી જ પડશે. પરંતુ આ જીવનમાં શારીરિક - માનસિક સંતાપોથી - ક્લેશોથી મુક્તિ પામવી હશે તો પણ એકત્વ અને સમત્વની સાધના કરવી પડશે. આ ભાવનાને આત્મસાત્ કરવી પડશે. આજે ગેયકાવ્યની ચાર ગાથાઓ ઉપર વિવેચન કર્યું છે. કાલે બાકીની ચાર ગાથાઓ ઉપર વિવેચન કરીને ‘એકત્વ’ની ભાવના ૫૨વિવેચન પૂર્ણ કરીશ. આજે બસ, આટલું જ. ૨૫૦ શાન્તસુધારસ ઃ ભાગ ૧

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286