Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 267
________________ ભરત ચક્રવર્તી વગેરે સર્વથા અપરિગ્રહી બન્યા હતા તો મોક્ષે ગયા. સનત્કુમાર ચક્રવર્તીએ મમત્વનો ભાર ઓછો કર્યો હતો તો તે ત્રીજા દેવલોકમાં ગયા અને સુભૂમ બ્રહ્મદત્ત ચક્રવર્તીએ મમત્વ-પરિગ્રહ ખૂબ કર્યો હતો તેથી તે નરકે ગયા ! એટલા માટે મમત્વ છોડીને એકત્વની અને સમત્વની આરાધના કરો. પરભાવ - શરાબનો નશોઃ જ્યાં એકત્વની ભાવના રહેતી નથી, અનેકત્વની ભાવના દ્રઢ થાય છે, પરભાવની આસક્તિ, પરદ્રવ્યનું મમત્વ રહે છે ત્યાં જીવનની દશા શરાબી જેવી રહે છે. પછી તે પુરુષ સાધારણ હોય કે અસાધારણ હોય, સામાન્ય હોય યા વિશિષ્ટ.” યુવક હોય યા વૃદ્ધ, શરાબીની માફક પતિ વિહુતિ, મતે તે પડે છે. આળોટે છે - લોટે છે. જ્યારે લંકાપતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો હતો ત્યારે શ્રીરામ જેવા મહાપુરુષની સ્થિતિ કેવી બની ગઈ હતી ? શ્રીરામનું સીતા પ્રત્યે મમત્વ હતું, પરભાવનું બંધન હતું. * શ્રીરામે જ્યારે કુટિરમાં સીતાને ન જયાં તો તે તત્કાલ મૂર્ણિત થઈ ગયા અને ધરતી ઉપર પડી ગયા. વનદેવતાને દીન વચનોથી પ્રાર્થના કરવા લાગ્યા કે હે વનદેવતા, હું આ વનમાં સર્વત્ર ભટક્યો, પરંતુ મેં જાનકીને જોઈ નહીં. તે જોઈ હોય તો કૃપા કરીને બતાવ. ભૂત અને જંગલી કૂર જાનવરોથી ભરેલા વનમાં સીતાને એકલી છોડીને હું લક્ષ્મણની પાસે ચાલ્યો ગયો..... હું કેવો બુદ્ધિહીન ! હે પ્રિયે સીતા, આ ભયાનક વનમાં મેં તને એકલી કેમ છોડી દીધી ?” વગેરે બોલતાં બોલતાં રડી પડ્યા અને મૂર્ષિત થઈને નીચે પડી ગયા.” શ્રીરામની કેવી કરુણ સ્થિતિ બની હતી? તે વારંવાર પડી જતા, વિલાપ કરતા રહ્યા.... સંતપ્ત થતા રહ્યા. કારણ? પરભાવનું મમત્વ હતું. સીતા પ્રત્યે આસક્તિ હતી ! લક્ષ્મણજીના મૃત્યુ પછી પણ શ્રીરામની સ્થિતિ એવી જ દયનીય થઈ ગઈ હતી. તે વારંવાર મૂર્શિત થઈને જમીન ઉપર પડતા હતા. લક્ષ્મણ ઉપર શ્રીરામનો અતિશય સ્નેહ હતો, અતિ મમત્વ હતું. તે માનવા તૈયાર જ ન હતા કે લક્ષ્મણનું મૃત્યુ થયું છે ! લક્ષ્મણના મૃતદેહને પોતાના ખભા ઉપર લઈને અયોધ્યામાં તે છે માસ સુધી ફરતા રહ્યા. ઘણી વાર તે લક્ષ્મણના મૃતદેહને સ્નાન કરાવતા, પોતે જ એમના શરીર ઉપર ચંદનનો લેપ કરતા, ઉત્તમ ભોજનનો થાળ એમની સામે ધરતા, મૃતદેહને ઉસંગમાં લઈને મુખ ઉપર વારંવાર ચુંબન કરતા. કોઈ વાર શય્યા ઉપર સુવાડતા, પંખો નાખતા, તો કોઈ વાર અંગમર્દન પણ કરતા હતા. આ રીતે રાગથી ઉન્મત્ત થઈને | એકત્વ ભાવના ૨૫૫

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286