Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 236
________________ ત્યારે જ નિર્મળ આનન્દ તરફ ગતિ થશે. કહ્યું છેઃ જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ જ્ઞાન એકત્વતા ધ્યાનગેહ, આત્મતાદાભ્યતા પૂર્ણ ભાવે, તદા નિર્મળાનન્દ સંપૂર્ણ ભાવે. જ્ઞાન-જ્ઞાનીના અભેદ સ્થિતિના ધ્યાનથી જ્યારે તાદાભ્ય થઈ જાય છે, ત્યારે આત્મા નિશ્ચલ આનન્દની અનુભૂતિ કરે છે અને સમતારસનો આસ્વાદ કરે છે. આ છે આત્માના એકત્વની ભાવનાનો સર્વપ્રથમ પ્રકાર, અને આ રીતે આત્મ-રમણતા કરતાં નિરવધિ આંતર-પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. એનું મન તૃણ અને મણિને સમાન જુએ છે. દેવ અને નરકને સમાન જુએ છે. તે માટે નિજભોગી યોગીસર સુપ્રસન, દેવ નરક, તૃણમણિ સમ, ભાસે જેહને મન. એકત્વ ભાવમાં દીનતા નથી? આ પ્રકારે નિશ્ચયવૃષ્ટિથી આત્માના એકત્વનું ચિંતન કરવાથી હું એકલો છું, મારું કોઈ નથી,’ એવી દીનતા નહીં આવે. હું એકલો આત્મા છું. હું ભગવાન છું. હું પ્રભુ છું, હું અનંત સુખમય... જ્ઞાનમય અને આનન્દમય છું.' એ પ્રકારનું એકત્વ ચિંતવવાથી દીનતા ઉત્પન્ન નહીં થાય. પરંતુ આત્મવિશ્વાસ ઉત્પન્ન થશે, આત્મશ્રદ્ધા ઊપજશે. સાચા અર્થમાં આ આપણી ઓળખ છે. જ્યાં સુધી આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી તપ-સંયમ પણ વ્યર્થ છે. દુઃખોનો, સંસારનો અંત આવતો નથી. કહ્યું છે કેઃ કષ્ટ કરો સેજલ ધરો, ગાલો નિજ દેહ જ્ઞાન દશા વિણ જીવને નહીં દુખનો છે. જ્યાં સુધી આત્મતત્ત્વની ઓળખાણ થતી નથી, ત્યાં સુધી સુખદુઃખ-સંસારનાં સુખદુઃખ ભોગવવાં પડે છે. આત્મજ્ઞાન થયા પછી જ ભવદુઃખ મટે છે. આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ, આતમજ્ઞાને તે ટલે, એમ મને સહીએ. આત્મા સિવાય બધું જ કાલ્પનિક વાસ્તવિક તત્ત્વ એકમાત્ર આત્મા જ છે, બાકીનું સર્વ કલ્પના છે. એકમાત્ર મમત્વ છે. જીવને આ અજ્ઞાનજન્યમમત્વ જદુઃખી કરે છે - જે હું નથી, જેમારું નથી, એને હું સમજવો અને મારું સમજવું એ જીવની જડતા છે, બુદ્ધિશૂન્યતા છે. હું એહનો, એ માહરો, એ હું ઈણ બુદ્ધિ, ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ. | શાન્તસુધારસઃ ભાગ ૧ ૨૨૪

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286