Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 247
________________ એ રાગ-૨સ ? આ પુદ્ગલ-રાગને દૂર કરવાનો ભવ્ય પુરુષાર્થ આ જીવનમાં કરવાનો છે. લહી સંયોપશમ મતિજ્ઞાન કો, પંચેન્દ્રિય જળ લાધી, વિષયાસક્ત રાગ પુદ્ગલથી, ધાર નરકગતિ સાધી, તાડન, મારન, છેદન-ભેદન, વેદના બહુવિધ પાયી, ક્ષેત્રવેદના પરમાધામીકૃત - વિધવિધ હૈ દરસાયી, પુદ્ગલ-રાગે નરક વેદના, વાર અનંતી વેદી, પુણ્યસંયોગે નરભવ લાધો, અશુભ યુગલગત ભેદી. વનસ્પતિકાયમાંથી બીજી એકેન્દ્રિય જાતિમાં જીવે જન્મ-મરણ કર્યાં છે. પૃથ્વીકાયમાં, અકાયમાં, વાયુકાયમાં, તેઉકાયમાં.... ! પછી બેઇન્દ્રિયમાં, તેઇન્દ્રિયમાં, ચઉરિન્દ્રિયમાં અને પંચેન્દ્રિયમાં જીવ આવ્યો છે. ઘણી મુશ્કેલીથી પંચેન્દ્રિયપણુ મળ્યું છે. પરંતુ યુગલ-રાગ'ને કારણે, વિષયાસક્તિને કારણે જીવ નરકગતિમાં ઉત્પન્ન થાય છે. નરકગતિમાં કેવાં કેવાં દુઃખો હોય છે ? ‘સંસાર ભાવના’ના પ્રવચનમાં તમે સાંભળ્યાં છે ને ? તાડન, મારણ, છેદન, ભેદન થઇ રહ્યું હોય છે. કેવી ઘોર વેદના ત્યાં જીવોને સહન કરવી પડતી હોય છે ? એનું કારણ હોય છે. પુદ્ગલ-રાગ ! જીવે નરકની વેદના એક-બે વાર સહન કરી છે, એમ ન સમજો. અનંત વાર સહન કરી છે - ‘વાર અનંતી વેદી.’ નરકમાં અનિચ્છાથી દુઃખ સહન કરવાથી જે કર્મનિર્જરા થાય છે એને ‘અકામ નિર્જરા' કહે છે. એ કર્મનિર્જરાને કારણે જીવની ઉન્નતિ થાય છે. એને મનુષ્ય-જન્મ મળે છે. નરકગતિ અને તિર્યંચગતિથી તે બહાર નીકળે છે. મનુષ્યગતિને દેવગતિ કરતાં વધારે સારી બતાવી છે. જિનેશ્વર ભગવંતોએ ! આવી સારી,શ્રેષ્ઠ મનુષ્યગતિ પામ્યા પછી શા માટે પુદ્ગલ-રાગી - વિષયરાગી બનીને મનુષ્યજીવનને બરબાદ કરો છો ? વિષયાસક્ત રાગ પુદ્ગલ કો ધરી નરજન્મ ગમાવે, કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાવે. અજ્ઞાની બ્રાહ્મણે કાગડો ઉડાડવા રત્નોને ફેંકી દીધાં હતાં ને ? પાછળથી જ્યારે તેને ખબર પડી કે મેં પથ્થર સમજીને રત્નોને ફેંકી દીધાં ! ત્યારે તેને ઘોર પસ્તાવો થયો હતો. એ રીતે પુદ્ગલ-રાગથી, વૈપિયક સુખના રાગથી મનુષ્ય-ભવ ગુમાવી દીધા પછી પસ્તાવો થાય છે. બીજી વાત, પૌદ્ગલિક - વૈષયિક સુખ સદૈવ ગમે તેટલાં ભોગવો, તો પણ મન એકત્વ ભાવના ૨૩૫

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286