Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 238
________________ જ્ઞાનાનન્દ, આત્માનન્દનો અનુભવ ક૨વો હોય, તો નામ અને રૂપથી પ્રાપ્ત થનાર ક્ષણિક અને તુચ્છ આનંદનો ત્યાગ કરવો જ પડશે. પરદ્રવ્યનો - પરપર્યાયનો પરિચય ત્યાગવો જ પડશે. પરદ્રવ્યના પરિચયથી સુખ પ્રાપ્ત કરવાની અનાદિકાલીન ખરાબ આદત - કુટેવ છોડવી જ પડશે. હવે મારે પરદ્રવ્યથી સુખ પામવું નથી, પર્યાયથી સુખ પામતું નથી - આ નિર્ણય કરવો જોઈએ. જો આત્મતત્ત્વની સાચી ઓળખાણ થઈ જાય તો પછી પરભાવનું કર્તૃત્વ રહેતું જ નથી, તે તો પોતાની મેળે જ આત્મસ્વરૂપમાં રહે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે ઃ એમ જાણીને રે જ્ઞાનદશા ભજી, રહીએ આતમ સ્વરૂપ, પ૨પરિણતિથી રે ધર્મ ન છાંડીએ, નવી પડીએ ભવકૂપ, શ્રી સીમંધર સાહિબ સાંભલો..... સ્વસ્વરૂપમાં રહેવું છે, એટલે કે આત્મજ્ઞાનમાં જ રહેવાનું છે. ૫૨૫રિણતિમાં જો ગયા તો ધર્મ પણ ગયો સમજવો અને સંસારસાગરમાં ડૂબવું પડશે. પરદ્રવ્ય, પ૨પર્યાયની રમણતા જ અધર્મ છે, પાપ છે.... આ વાત આત્મજ્ઞાની સમજે છે. પરદ્રવ્યને પોતાનું દ્રવ્ય માનવું એ મોટી ભૂલ છે ઃ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી બીજા શ્લોકમાં આ જ વાત કહે છે : अबुधैः परभावलालसा - लसदज्ञानदशावशात्मभिः । परवस्तुषु हा स्वकीयता, विषयावेशवशाद् विकल्पते ॥ २ ॥ ‘પરભાવની લાલસામાં ડૂબેલો મૂર્ખ અને અજ્ઞાની મનુષ્ય ઇન્દ્રિયજન્ય આવેગોને ૫૨વશ થઈને પરાઈ વસ્તુમાં પોતાપણું માને છે.’ જેઓ અબુધ અને અજ્ઞાની હોય છે, તેમને તો સ્વભાવ અને પરભાવનું પણ જ્ઞાન હોતું નથી. તેઓ નથી તો ‘સ્વભાવ’નું વિજ્ઞાન જાણતા, ન તો પરભાવની વાત જાણતા. બાહ્ય ધર્મક્રિયાઓ ગમે તેટલી કરતા હોય, પરંતુ તેઓ સ્વભાવ અને પરભાવની વાતોથી અનભિજ્ઞ-અજાણ છે, તો તેઓ મૂર્ખ છે - અજ્ઞાની છે; કારણ કે તેઓ પાંચ ઇન્દ્રિયોના આવેગોને વશ થઈ જ જાય છે. અને પદ્રવ્યોને, ૫૨પુદ્ગલોને પોતાનાં માને છે. તેમનાથી મમત્વ જોડે છે. અજ્ઞાની લોકો જાણતા જ નથી કે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના વિષયો મારા સ્વભાવભૂત નથી - પરભાવરૂપ છે. એટલા માટે તેઓ એ વિષયમાં લુબ્ધ થાય છે. એ વિષયોને પોતાના માને છે, મમત્વ બાંધે છે અને દુઃખી થાય છે. પરદ્રવ્યને - પારકાં દ્રવ્યને પોતાનું માનવામાં મોટી ભૂલ થાય છે - દુઃખદાયી ભૂલ થાય છે. ૨૨૬ શાન્તસુધારસ : ભાગ ૧

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286