Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 222
________________ व्रजति तनयोऽपि ननु जनकतां, तनयतां व्रजति पुनरेष रे। भावयन्विकृतिमिति भवगतेस्त्यज तमो नृभवशुभशेष रे ॥५॥ कलय. यत्र दुःखार्तिगददवलवै-रनुदिनं दासे, जीव रे हन्त तत्रैव रज्यसि चिरं मोहमदिरामदक्षीब रे ॥६॥ कलय. दर्शयन् किमपि सुखवैभवं संहरंस्तदथ सहसैव रे । विप्रलम्भयति शिशुमिव जनं कालबटुकोऽयमत्रैव रे ॥७॥ कलय. सकलसंसारभयभेदकं जिनवचो मनसि निबधान रे । विनय परिणमय निःश्रेयसं विहित शमरससुधापान रे ॥८॥ कलय. ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્ત સુધારસ ગ્રંથમાં ત્રીજી સંસાર ભાવનાનું ગાન કરતાં કહે છે? ‘આ સંસારમાં ભવના પરિવર્તનની સાથે પુત્રપિતા બને છે અને પિતા પુત્રનું રૂપ ધારણ કરે છે. તું આવી સંસારસ્થિતિનો વિચાર તો કર ! અને આવા સંસારના હેતુભૂત પાપોનો ત્યાગ કર. હજુ પણ માનવદેહરૂપ શુભ સામગ્રી તારી પાસે છે, તું પુરુષાર્થ કર.” અરે જીવ ! તું જે સંસારમાં પ્રતિદિન ભાતભાતની ચિંતા, દુખ અને બીમારીઓની અગનજાળમાં બળે છે, શકાય છે, એ સંસાર પર તું શું આસક્ત થયો છે? પરંતુ એમાં તારો દોષ કયો?મોહની મદિરા સેંભરીભરીને પીધી છે, જેથી તારી બુદ્ધિ શૂન્ય થઈ ગઈ છે. આ અફસોસની વાત છે.' આ કાળ - મહાકાળ એક જાદુગર છે. આ સંસારના જીવોને તે સુખસમૃદ્ધિ બતાવે છે, લલચાવે છે અને પછી અચાનક આખી માયાજાળ સમેટીને લોકોને અબોધ બાળકની જેમ ઠગે છે. આ સંસાર એક ઇન્દ્રજાળથી વધારે, જાદુગરની માયાજાળ કરતાં વધારે કશું જ નથી ! એટલા માટે હે આત્મન ! તું તારા મનમાં જિનવચનોનું ચિંતન કર. એ જિનવચનો જ સંસારના તમામ ભયોનો નાશ કરશે. સમરસનું અમૃતપાન કરીને તે મુક્તિનો યાત્રી બની શકીશ. મુક્તિ તમામ દુઃખોના વિલયરૂપ છે અને શાશ્વત્ સુખના એક માત્ર ધામરૂપ છે.’ પાપત્યાગનો પુરુષાર્થ કરો: જે સંસારમાં મોહશત્રુ સતાવતો રહે છે, જે સંસાર ભયાકાન્ત છે, ડરાવનારો છે, જે સંસારના તમામ સંબંધો અસાર છે, જ્યાં ડગલે ને પગલે પરેશાનીઓ છે, પરાજય થતો રહે છે, જ્યાં સદાકાળ કર્મપરવશતા હોય છે, જ્યાં નવા-નવા જન્મ અને નવા-નવા રૂપ ધારણ કરવા પડે છે. ભિન્ન-ભિન્ન પ્રકારના અભિનય કરવા _૨૧૦ સુધારસઃ ભાગ ૧ |

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286