Book Title: Shant Sudharas Part 01
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 232
________________ ધર્મક્રિયા કરનારા સાવધાન !: એટલા માટે હું તમને કેટલીય વાર કહું છું કે તમે ધર્મક્રિયાઓ કરીને અભિમાન ન કરો. ધર્મક્રિયા કરવા માત્રથી જ મુક્તિ નિશ્ચિત નથી થતી: તમે લોકો મારા નીચેના પ્રશ્નોના ઉત્તર આપજોઃ ૧. શું તમને પાપક્રિયા પ્રત્યે નફરત થઈ છે? ૨. પાપક્રિયા કરનારાઓ પ્રત્યે ભાવકરુણા થાય છે? ૩. પોતે પાપક્રિયા કર્યા ઉપર પશ્ચાત્તાપ થાય છે? ૪. પૂર્ણ જાગૃતિની સાથે ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરો છો ? પ. જે કોઈ ધર્મક્રિયા તમે કરો છો એ સમયે આનંદ અને કર્યા પછી અનુમોદનાનો ભાવ જાગે છે? ૬. જે બીજા લોકો તમારા કરતાં વધારે સારી ધર્મક્રિયા કરે છે તેમની તમે પ્રશંસા કરો છો ? એમની પ્રશંસા સાંભળીને પ્રમોદભાવ આવે છે? ૭. પાપક્રિયા કર્યા પછી હૃદયમાં દુઃખ થાય છે? ૮. “સર્વ પાપોનું કારણ સંસારવાસ છે, આ જિનવચન હૃદયસ્થ થયું છે ખરું? ૯. સંસારત્યાગ કરીને જ્યારે સંન્યાસી બનું? - આવી ભાવના જાગે છે ખરી? ૧૦. સંયમધર્મનું સારું પાલન કરવાનો મનોરથો ચિત્તમાં જાગે છે? આ પ્રશ્નોનું ચિંતન કરજો. તમારી ડાયરીમાં ઉત્તરો લખજો. આ રીતે આત્મ અવલોકન કરવું. “સંસાર ભાવનાથી ભાવિત થવું છે. સંસાર ભાવનાથી ભાવિત થઈને સંસાર પ્રત્યે વિરક્ત બનવું છે. સંસાર-વિરક્તિ જ આત્મ-આનંદની જનની છે. સંસારનવિરક્તિ આવતાં રાગદ્વેષ મંદ થઈ જશે. સંસાર-વિરક્તિ આવતાં અંતરાત્મભાવ જાગ્રત થશે, એમાં સ્થિરતા થશે અને પરમાત્મા પ્રત્યે પ્રીતિભાવ જાગ્રત થશે. સંસાર ભાવના' ભાવતાં સંસારથી વિરક્ત બનો, એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ. ૨૨૦ | શાન્તસુધારસ : ભાગ ૧]

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286