________________
સાતસો મહાનીતિ
/ Tી ૨૫. વાતચીત કરું નહીં.
નિરીક્ષણ કરે, હાવભાવથી મોહ પામે એ બે વાડ કદાપિ તૂટે તો ત્રીજી વાડ, વાતચીત ના કરું નહીં, કેમકે તે મોહ વધવાનું કારણ છે. વાતચીતમાં એકબીજાને પ્રસન્ન કરવાનો લક્ષ હોય છે. એ વાગબાણ કહેવાય છે; જે હૃદયમાં વાગે છે. જેમકે કોઈએ દ્વેષથી ગાળ ભાંડી હોય તે પછીથી પણ સાંભર સાંભર થાય છે. તેમ રાગ કે મોહરૂપ વિષવાળું વચન હોય તો એનું પણ ઝેર ચઢે છે. મારા પ્રત્યે એને રાગ છે એમ લાગે એટલે એ પણ તેને પોષવા માટે વચન, ક્રિયા, ઘન વગેરે વાપરીને રાગની વૃદ્ધિ કરવા ઇચ્છે છે. પણ તે કર્તવ્યરૂપ નથી.
- વિવેકાનંદનું દ્રષ્ટાંત – વિવેકાનંદ સ્કૂલમાં ભણતા હતા ત્યારે એમની બુદ્ધિ ઔત્પાતિક બુદ્ધિ હતી. માસ્તર જે ભણાવે તે એમને વગર લખે મોઢે થઈ જાય. એક દિવસ એક છોકરી સ્કૂલમાં કંઈ લખી શકી નહીં. તેથી સ્કૂલ છૂટી ત્યારે ગેટ આગળ આવીને ઊભી રહી. જ્યારે વિવેકાનંદ આવ્યા ત્યારે તેણીએ કહ્યું –ભાઈ, આજે માસ્તરે જે લેકચર આપ્યું તે હું લખી શકી નથી, તેથી ચાલતા ચાલતા મને થોડું સમજાવી દોને. તેથી વિવેકાનંદે રસ્તામાં ચાલતા ચાલતા તે સમજાવી દીધું. બન્નેના ઘરના રસ્તા જાદા હોવાથી તે છુટા પડ્યાં. પણ વિવેકાનંદને તેથી અત્યંત વિકાર થયો. પણ પાછો વિચાર કર્યો કે આમ કેમ થયું? પછી ઘરે આવી માતાને કહ્યું લાલ મરચા લાવ. તે લઈને આંખમાં ઘાલી દીધા. પછી માએ પૂછ્યું–આમ કેમ કરે છે? ત્યારે તેણે પોતાની બઘી બનેલી હકીકત કહી. ત્યારપછી બ્રહ્મચર્યમાં તેઓ બહુ વૃઢતાવાળા થયા.
એક અંગ્રેજ લેડીએ વિવેકાનંદનું મજબૂત શરીર જોઈને કહ્યું કે આપકે જૈસા મુઝે લડકા ચાહિએ. ત્યારે વિવેકાનંદે જવાબમાં કહ્યું–મા! મેં આપકા હી લડકા હૈં ઐસા માન લિજીએ. ૨૬. એકાંતે રહું નહીં.
અજ્ઞાની માણસોને એકાંત એ બહુ બૂરી ચીજ છે. લોકલાજથી જે નીતિ પાળતો હોય તે પણ એકાંતમાં નિરંકુશ બને છે અને ગમે તેવું અકાર્ય કરી બેસે છે. આ બધી બ્રહ્મચર્ય સંબંધી વાતો છે. સ્ત્રી, પુરુષ સાથે કે પુરુષ સ્ત્રી સાથે એકાંત સેવે તે અનર્થકારી છે. એમ જણાવવા માટે આ કહ્યું છે. વિકાર પોષે તેવી વસ્તુઓનો નિષેઘ કર્યો છે. ૨૭. સ્તુતિ કરું નહીં.
જેની સ્તુતિ કરવાથી વિકાર વધે તેની સ્તુતિ કરું નહીં. જેમ યજ્ઞમાં ઘી હોમવાથી ભડકો થાય તેમ જેના પર રાગ હોય તેની સ્તુતિ કરવાથી રાગ વૃદ્ધિ પામે છે.
ભગવાન પર રાગ હોય અને તેમની સ્તુતિ કરે તો ભગવાન પ્રત્યે રાગ વધે છે. સૌઘર્મેન્દ્ર અનેક તીર્થકરોની પોતાના એક જ ભવમાં સ્તુતિ કરે છે. એનો ઘર્મરાગ એટલો બધો વધ્યો હોય છે કે પાંચે કલ્યાણકમાં તે પહેલો ચેતે છે. કુબેર પાસે તીર્થકરોના જન્મ થતાં પહેલાં છ મહિનાથી રત્નસૃષ્ટિ કરાવે છે. જન્મ થયા પછી ભગવાન સાથે રમવા દેવોને એ જ ઇન્દ્ર મૂકે છે. આ પ્રમાણે ભક્તિના અનેક પ્રકાર તે કરે છે. પોતાનું આયુષ્ય પુરું થતાં મનુષ્યભવ મળે છે અને તે જ ભવમાં ઘણો પુરુષાર્થ કરી મોક્ષે જાય છે.
ભારતના પુત્રોનું વૃષ્ટાંત – આપણને પણ ભક્તિ ગમે છે, આત્માની વાત ગમે છે, તે સપુરુષની કપાનું ફળ છે. ભગવાનની દર્શન સ્તુતિ કરવા જતાં ભારતના હાથી નીચે કચરાઈ ગયેલા
૧૬