Book Title: Sati Sursundari Charitram
Author(s): Sushil
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 4
________________ ( 2 ) ધનેશ્વર મુનિએ આ વિસ્તૃત, રસમય કથાનક મ્યું છે. એમને આશય ૨૫ષ્ટ છે. વર્તમાનકાલીન અને પ્રાચીનકાલીન કથા-ગૂંથણીમાં અહીં એક મોટો ભેદ દેખાય છે. આજે ટૂંકામાં ટૂંકી રીતે, થેડામાં થોડા અસરકારક શબદોમાં કથા કહેનાર લેખક કે કવિ લોકપ્રિય બને છે. વળી એ સાફ સાફ શબ્દોમાં કથાનો હેતુ કે આશય કહી સંભળાવવામાં એક પ્રકારની રસક્ષતિ માને છે. વાંચકોને પોતાને જ એ આશય ઉકેલવાની મીઠી મુંઝવણમાં નાખી લેખક પિતે આઘે ખસી જાય છે, * એક સમય એવો હતો કે જે વખતે પરમ પવિત્ર ચારિત્રશાળી, લોકપકારક સંત, તપસ્વીઓ, અને કવિવરની વાણી સાંભળવા જનતાનાં જૂથ જામતાં. એમને ઉતાવળ ન હતી. કથા ગજગતિએ પ્રવાસ કરતી. શ્રોતાઓ ઉત્સુકતાપૂર્વક એ સાંભળતા. ધર્મ અને અધ્યાત્મની આ કયા છે એમ સમજવા છતાં એમને રસ જળવાઈ રહેતા. એક કથામાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી એમ કથાની સેર છૂટતી, શ્રોતા કે વાચક એક જીજ્ઞાસામાંથી બીજી જીજ્ઞાસાના પ્રદેશમાં પ્રવેશ કરતો. એમની સ્મૃતિ કસોટીએ ચડતી. પાત્રોની સંખ્યામાં પ્રવેશે પ્રવેશે ગુણકાર થતા જાય તેમ તેમ તેમની બુદ્ધિને આહલાદ મળતો. એ દૃષ્ટિએ જે કોઈ આ કથા અવલોકશે તે જ ગ્રંથકારની કુશળતા અને તાર્કિકતા રસપૂર્વક જોઈ શકશે. તફાને ચડેલા મહાસાગરમાં જેમ પર્વત પર્વત જેવડા મોજા ઉછળે અને એક મોજું કયાં ઉપજયું તથા જ્યાં વિલીન થયું એને હિસાબ રાખવા જતાં માણસની મતિ મુંઝાઈ જાય તેમ ઘડીભર આ કથાનકમાં આવતા અને પાછા અદશ્ય થતા તથા પૂર્વભવના સંબંધને લીધે પરસ્પરમાં સંકળાતાં પાત્રોને જોઈ સામાન્ય ઉતાવી ળીઓ માણસ તે મુંઝાઈ જ જાય; પરંતુ ગ્રંથકારની પાસે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 354