________________
વ
-
મનોયત્ન યાને પરીક્ષા - ૨
[પાઠ : ૬ થી ૧૫].
[Marks - 100]
[1] સંસ્કૃતનું ગુજરાતી :1. તપસ્વીઓ પોતાને જાણે છે, ગુણોનું ગ્રહણ કરે છે. દોષોને કાપે છે.
પાપને કાપે છે. કમને ચૂરી નાંખે છે, આત્મામાં લીન થઈ જાય છે અને મોક્ષને વશ કરે છે. ધન્ય છે તેઓ ! અમે તેઓને નમસ્કાર
કરીએ છીએ. 2. ભગવાને ક્રોધને ખંખેરી નાખ્યો, માનને ખંખેરી નાખ્યું, માયાને ધ્રુજાવી
દીધી, લોભને છોડી દીધો, પ્રમાદને હલાવી નાંખ્યો, અસત્યને ધ્રુજાવી
દીધું. અને તેથી ભગવાન કેવલજ્ઞાન પામ્યા. 3. જેના દ્વારા ભોગો ભોગવાયા તે પણ ખુશ નથી. અને જેના દ્વારા
ભોગવાઈ રહ્યા છે તે પણ સુખી નથી. જે ભોગવવાને ઈચ્છે છે તે પણ વ્યાકુળ છે. પણ જેણે ભોગો છોડી દીધા છે તે શ્રમણો સુખી છે.
માટે ભોગો ભોગવવા યોગ્ય નથી. પણ છોડવા યોગ્ય છે. 4. દયાળુ નિર્દયીની સાથે સંગને છોડે છે. ઉત્તમ માણસ ખરાબ માણસોની
સાથે વાતચીતને છોડી દે છે. પણ, સજ્જનોની સાથે નહીં. જેમ
રોગી માણસ અપથ્યને છોડે, પણ ઔષધને નહીં ! 5. “તું કાપ, અટકાવ, પીસ, છેદ, ચૂર, ભેદ, માર, સળગાવ' - આવી
ભાષા સાવદ્ય ભાષા કહેવાય છે. તેને તું છોડી દે. તારું બધું આપી દે, તું લે નહીં. કારણ કે દાનનો અત્યંત મહિમા છે. વિશ્વમાં સૂર્યની જેમ દાન પ્રકાશે છે. દાન અપકીર્તિને કાપી નાંખે છે. લોકો દાનને સ્તવે છે. જેવી રીતે એક લાકડું અને બીજું લાકડું મહાસાગરમાં ભેગા થાય અને
ભેગા થઈ છૂટા થઈ જાય. તેના જેવો જીવોનો સમાગમ = સબંધ છે. 8. કહેવા યોગ્ય બધું બિભીષણે કહી દીધું. મંત્રીઓ પણ સમજાવી અટકી
ગયા. મંદોદરીએ પણ સમજાવવા માટે પ્રયત્ન કર્યો તો પણ રાવણે
સીતાને પાછી ન સોંપી. સરલ સંસ્કૃતમ્ - ૫ ૦ ૧૪૫ ૦
@ પરીક્ષા-૨છે