________________
[9] વનજ્ઞાનવારિત્રસ્વરૂપમ્ દર્શન,જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ
અનંત સંસારમાં ભટકતો એવો જીવ જયારે ભવિતવ્યતાદિકારણવશે. ચરમાવર્તિમાં પ્રવેશે છે ત્યારે ધીરે ધીરે મોક્ષ માર્ગમાં આગળ વધતો જીવ કેટલાંક સમય પછી ભગવાનના અનુગ્રહથી અથવા તો ગુરુની કૃપાથી વિમલાલોક અંજનને મેળવે છે.
પહેલા જીવ કુદેવને દેવ માનતો હતો, કુગુરુને ગુરુ માનતો હતો, કુધર્મને ધર્મ માનતો હતો. દુઃખદાયી વિષયોને સુખ આપનારા માનતો હતો. દુશ્મન એવા કષાયોને મિત્ર તરીકે સ્વીકારતો હતો. ત્યારે જીવ નરકના કારણભૂત અવિરતિને આનંદના કારણ તરીકે ગ્રહણ કરે છે. ગાઢ બંધનની ઉપમાવાળા પુત્ર-પત્ની-ધન-સોનું વગેરેને આનંદના કારણ તરીકે જીવ વિચારે છે.
કરવા યોગ્ય અને ન કરવા યોગ્યની વિચારણાને જીવ ત્યારે જાણતો નથી. ભક્ષ્ય અને અભક્ષ્યના તફાવતને પણ ઓળખતો નથી. જીવ કુતર્કયુક્ત હોતે છતે આ પ્રમાણે વિચારે છે કે – “પરલોક નથી, પુણ્ય પાપનું કોઈ ફળ નથી (માટે પુણ્ય-પાપ પણ નથી) આત્મા સંભવી શકતો નથી, સર્વજ્ઞ પણ સંભવતા નથી. સર્વશે જણાવેલ મોક્ષમાર્ગ ઘટી શકતો નથી.”
આ પ્રમાણે મિથ્યાત્વના કદાગ્રહથી યુક્ત ચિત્તવાળો જીવ જીવોની હિંસા કરે છે. જૂઠું બોલે છે, ચોરી કરે છે, મૈથુનમાં અથવા પરસ્ત્રીમાં આસક્ત થાય છે, પરિગ્રહને કરે છે. ઈચ્છાની મર્યાદા કરતો નથી. માંસ ખાય છે, દારુ પીવે છે, સાચા ઉપદેશને ગ્રહણ નથી કરતો. ખોટા માર્ગને કહે છે. વંદન કરવા યોગ્યને નિંદે છે, વંદન ન કરવા યોગ્યને વંદે છે, બીજાનું ખરાબ બોલે છે.
તથા ત્યારે જીવ દેરાસર કે સાધુના ઉપાશ્રયે જતો નથી, દેખેલા પણ સાધુને (= સાધુને જોવા છતાં પણ) વંદન કરતો નથી. શ્રાવકને કે અતિથિને આમંત્રણ નથી આપતો, પોતાના ઘરે દાનની પ્રવૃત્તિ અટકાવી દે છે. આવા પ્રકારના, વિવેક વિનાના જીવને જોઈ ગુરુ ભગવંત પોતાની બુદ્ધિરૂપી સળીમાં તે જીવને પ્રતિબોધ કરવાના ઉપાયરૂપી અંજનને મૂકે છે.
સદ્ગુરુ તે રાંક જીવને ઉપદેશ આપે છે. ત્યાર બાદ ગુરુ તેની આંખમાં વિમલાલોક અંજન આંજે છે. ત્યારે જીવને કંઈક મનની પ્રસન્નતા અને છે સરલ સંસ્કૃતમ્ - ૫ ૦ ૨૦૬ ૦ જ પરીક્ષા-૪ *