________________
[8] પનવરિત્રમ્ રૂપસેન ચરિત્ર
ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહ નામનું નગર છે. ત્યાં યાદવવંશમાં રત્ન શ્રીમન્મથ નામનો રાજા રાજ્ય કરે છે અને તેની મદનાવલી નામની પત્ની છે. રાજા તો ન્યાયથી પ્રજાનું પાલન કરે છે. એક વાર ચોમાસું આવ્યું. ત્યારે ત્યાં નગરના સીમાડામાં જ શીતલા નામની નદી પાણીથી ભરપૂર થઈ વહે છે.
તે અવસરે રાજા ત્યાં રમત માટે આવ્યો. ત્યાં રાજાએ એક નૌકા લેવડાવી અને ત્યાર બાદ રાજા તે નાવડીમાં બેસીને નદીમાં જલક્રીડા કરવા પ્રવૃત્ત થયો. ત્યાં તો નદીમાં નદીના પ્રવાહની સામી દિશામાં જતાં એવા દૈવી આભૂષણોથી યુક્ત એક માણસને રાજાએ જોયો. તેને જોઈને રાજા પણ તેની પાછળ દોડ્યો.
ત્યાર બાદ જેમ જેમ રાજાની નાવડી તેની પાછળ આવે છે તેમ તેમ તે માણસ ઝડપથી આગળ ભાગે છે અને રાજા તે માણસનું ફક્ત માથું જ પાણીની ઉપર જુવે છે.
રાજાએ મનમાં આશ્ચર્યચકિત થઈ વિચાર્યું કે “ચોક્કસ આ કોઈ પણ દેવીપ્રભાવ સંભવે છે.” કેટલેક દૂર જઈને તે મસ્તક પાણી ઉપર સ્થિર થઈ ગયું. ત્યારે ઝડપથી તેની પાછળ જઈને તેના માથા ઉપર વેણિદંડને રાજાએ ભરાવ્યો. અને જ્યાં તે વેણિદંડથી માથાને ઊંચે ખેંચે છે ત્યાં તો ફક્ત માથું જ રાજાના હાથમાં આવ્યું.
ત્યાર બાદ ખિન્ન થયેલો રાજા જ્યાં ફરી નદીની વચ્ચે જુવે છે ત્યાં તેવી જ રીતે મસ્તક યુક્ત એક માણસને નદીના પ્રવાહની વચ્ચે જતો જુવે છે. ત્યારે ફરીથી વિસ્મિત થયેલા રાજાએ વિચાર્યું - “ચોક્કસ આ કોઈ પણ દૈવી શક્તિ છે.”
હવે રાજાએ તે માથાને પૂછ્યું – “તું કોણ છે?' મસ્તકે કીધું – “હું દેવ છું.” ત્યાર પછી માથાએ ફરીથી રાજાને પૂછ્યું – “તું કોણ છે?' રાજાએ કીધું - “હું રાજા છું.' ત્યારે મસ્તક કહે છે – “જો તું રાજા છે તો અપરાધ વિના ચોરની જેમ શા માટે મારું માથું વેણિદંડમાં તે ખેંચ્યું? રાજા તો બધાંનું શરણ હોય. તેથી તું મને છોડી દે.” આ પ્રમાણે માથાએ કીધું ત્યારે રાજાએ તે માથું
છોડી દીધું. આ બાજુ તે દેવ પાણી વચ્ચે હાથી થઈ ગયો ! કિ સરલ સંસ્કૃતમ્ - ૫ • ૨૦૫ • 6 પરીક્ષા-૪ *