Book Title: Saral Sanskritam Part 05
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 223
________________ રામ: [રા ધાતુ - ગણ - ૨ વર્તમાનકાળ પ્ર.પુ.બ.વ.] लक्ष्मणाय धनम् । અમે લક્ષ્મણને ધન આપીએ છીએ. मोदकं खाद मोदकं पिब । આ કોયડાનો ઉકેલ એક ટુચકા સાથે વણાયેલો છે – બ્રાહ્મણ અને તેનો દીકરો યજમાને આપેલા જમવાના આમંત્રણને માન આપી જમણવારમાં પહોંચી ગયા. જમણવારને બરાબર ન્યાય આપી શકાય માટે સવારથી બન્ને ભૂખ્યા રહ્યા હતા. જમણવારમાં બ્રાહ્મણને પ્રિય આઈટમ મોદક હતી. આથી બન્ને જણ – છપ્પનિયા દુકાળમાંથી આવેલ વ્યક્તિની જેમ – લાડવાને (= મોદકને) ન્યાય આપવા બેસી ગયા... થોડો સમય પસાર થયો ને બાપની નજર દીકરા ઉપર પડી. દીકરો વચ્ચે પાણી ગટગટાવતો હતો. બાપે ના પાડી - મોઢ વદ્રિ, મ ૩(= મોદ) પિવ – “અલ્યા ! લાડવા ખા, પાણી ન પી – એ તો આખી જિંદગી પીવાનું છે...” (કોયડાનો ઉકેલ ભલે મળી ગયો, પણ ટુચકો બાકી છે.) છતાં દીકરો થોડા લાડવા ખાય ને પછી પાણી ગટગટાવે રાખે... બાપ અકળાઈ ગયો. જમણવારમાંથી બહાર આવ્યા કે તરત જ બાપે દીકરાને ચમચમાવીને તમાચો ઠોકી દીધો. દીકરાએ પૂછ્યું – કઈ ખુશીમાં ? બાપ ઉવાચ – પાણી પીવાનું તાન ચડ્યું હતું, તેની ખુશીમાં... દીકરાએ કહ્યું – બાપુજી ! પાણી વાપરવામાં તો બુદ્ધિમત્તા હતી. રાખના ઢગલા ઉપર પાણી રેડો તો ઢગલો બેસી જાય... પેટમાં લાડવાનો ઢગલો થયો હોય તેમાં પાણી નાંખો એટલે ઢગલો બેસી જાય. જગ્યા થઈ જાય, લાડવા વધારે પેટમાં જાય... બોલો – મેં બુદ્ધિ વાપરી કે નહીં? બાપુજીએ જવાબ આપવાને બદલે ફરીથી તમાચો ચોડી દીધો. દીકરો રડમસ થઈને બોલ્યો - કેમ? | બાપ ઉવાચ – મૂરખ ! મને નો'તું કહેવાતું !!!! ૫) ટેવ ! કાયમ્ [$ ધાતુ ગણ - ૨ હ્ય ભૂ.પ્ર.પુ.એ.વ.] મધુના | હે દેવ ! હું હમણા (જ) આવ્યો હતો. મા સરલ સંસ્કૃતમ્ - ૫ - ૨૦૦૯ જ ઉકેલ છે

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232