________________
સદ્ગુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ ક્રમથી ગુરુની કૃપા વડે જીવ તત્ત્વપ્રીતિકર પાણી અને મહાકલ્યાણકારી ખીરને મેળવે છે. અંજન એટલે સમ્યગ્દર્શન, પાણી એટલે સમ્યજ્ઞાન અને પરમાન્ન એટલે સમ્યક્ચારિત્ર. આ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જ તો મોક્ષમાર્ગ છે. વધારે જાણવાની જિજ્ઞાસા છે તો ઉપમિતિભવપ્રપંચા કથા વાંચવી જોઈએ.
[10] સુભાષિતાનિ
સુભાષિતો
1. માથે ઊભા રહેલા મોતને જો આ જીવ (માણસ) જુવે તો ખાવાનું પણ તેને ન ભાવે, ન ગમે. તો પછી ખરાબ કામ કરવાનું તો શું ગમે ? જે (શરીરી જીવો દ્વારા =) માણસો આજે જ હસતા હતા, ગાતા હતા, રમતા હતા, તે આજે જ નથી દેખાતા. (એટલે કે ક્યારે મોત થઈ જાય તે કહેવાય નહીં.) ખરેખર કાળની આ ચેષ્ટા બહુ દુ:ખદાયી છે.
2.
3.
તે સરળ આશયવાળા મહાપુરુષો કોને ઈચ્છનીય નથી બનતા કે જેનું ચિંતન, વચન અને આચાર ત્રણેય સરખા હોય છે ? (મતલબ જેવું ચિંતન તેવું જ વચન, મનમાં દું અને હોઠમાં જૂદું તેવું નહીં.) જેવી વિચારણા તેવી જ વાણી અને જેવી વાણી તેવી જ ક્રિયા. તે ધન્ય છે કે જેઓને આ ત્રણેયમાં વિસંવાદ નથી.
4.
5.
જુવાનીમાં પણ જે શાંત છે, જે (યાચક દ્વારા) મંગાયેલા ખુશ થાય છે. (પણ મોઢું નથી બગાડતા) અને પ્રશંસા કરાયેલા (પોતાની કોઈ પ્રશંસા કરે તો) લજ્જા પામે છે, તે માણસો જગતમાં શ્રેષ્ઠ છે.
સરલ સંસ્કૃતમ્ - ૫
૭ ૨૦૭
પરીક્ષા-૪