________________
અનંતા ભવો કરે છે. પછી પૃથ્વી, પાણી વગેરે સ્થાવરમાં ભટકે છે. પછી બેઈન્દ્રિય વગેરેમાં ભટકે છે. આ પ્રમાણે બધે ભટકતો ભટકતો ઘણા દુઃખોને સહન કરતો કર્મથી પરાભૂત (= પરાભવ) થયેલો જીવ અકામનિર્જરાથી અને પુણ્યોદયના પ્રભાવે પંચેન્દ્રિયપણાને પામે છે. આ પ્રમાણે ઘણા બધાં સમય પછી જ જીવ મનુષ્યભવને પામવાને સમર્થ થાય છે.
મનુષ્યભવમાં પણ આર્ય દેશથી માંડી સંયમ સ્વીકાર સુધીની વસ્તુઓ તો અત્યંત દુર્લભ છે અને અત્યંત કિમતી છે. ચિંતામણિ રત્નને પામી કોણ મૂર્ખ તેને ફેંકી દે અથવા કોણ તેની અવજ્ઞા કરે ?
દરિદ્ર અવસ્થાને પામેલ મનુષ્યને જો કોઈ શ્રીમંત માણસ સહાય કરે, ઘણાં ધન-ધાન્ય વગેરે આપે અને ઘર વગેરે પણ આપે ત્યારે તે ગરીબને તે શ્રીમંત ઉપર કેટલો બહુમાનભાવ વિલસે ? પ્રગટે ? તેનાથી પણ અધિક બહુમાનભાવ ગુરુ ઉપર રાખવો. જે કારણે ગુરુભગવંત જ ભયંકર સંસાર સાગરથી રક્ષા કરનારા છે. બાકી સંસારમાં પ્રાણાતિપાત વગેરે પાપોને કરતા આપણે નરકમાં જ જઈએ.
શું આપ જાણો છો કે સંસારી જીવની ખોટેખોટી ઈચ્છાઓની હારમાળા કેવી હોય છે ? વાંચો આગળ. [7] સંસારિનીવસ્ય મનોરથમાના સંસારીજીવની મનોરથમાળા
સંસારી જીવો આ પ્રમાણે પોતાના મનમાં કહ્યું છે – “હું ઘણીબધી સ્ત્રીઓને પરણીશ. તે સ્ત્રીઓ (પોતાના) રૂપથી ત્રણે જગતને પરાજીત કરશે. સૌભાગ્યથી કામદેવનો પણ સામનો કરશે. હાવભાવ દ્વારા મુનિઓના દયને પણ ખળભળાવી દેશે. કલાઓ દ્વારા બૃહસ્પતિની પણ ઠેકડી ઉડાડશે. વિજ્ઞાન (હોંશિયારી) દ્વારા અત્યંત અભિમાની પંડિત માણસોના ચિત્તને પણ પ્રસન્ન કરશે.
તે બધી સ્ત્રીઓને તો હું અવશ્ય દયવલ્લભ હોઈશ. તેઓ ક્યારેય પણ મારી આજ્ઞાને ઓળંગશે નહીં તથા મારો વિનયી, હોંશિયાર, અવસરને જાણનારો પરિવાર હશે. તથા મારા અત્યંત ઊંચા હોવાથી હિમાલય જેવા, પૂતળી વગેરે અનેક નયનાનંદકારી (= આંખને પ્રસન્ન કરનારી) રચનાઓથી શોભતા ચારે બાજુથી મોટા કિલ્લા વડે ઘેરાયેલા સાત માળના ઘણા
મહેલો હશે. આ સરલ સંસ્કૃતમ્ -૫ • ૨૦૪ •
પરીક્ષા-૪ છે