________________
( Annual Exam - પરીક્ષા (સંપૂર્ણ સંસ્કૃત]
Marks - 2007 [1] કાવવાWમાવ: ભગવાનની વાણીનો પ્રભાવ
એક ગામમાં એક વાણિયો વસે છે. તેના ઘરે કામ કરનારી અને (લાકડાના) ભારને વહન કરનારી (= લાવનારી) એક ઘરડી સ્ત્રી હતી. તે એક વાર જંગલમાં લાકડાના ભારાને લાવવાને ગઈ. બપોરે ભૂખથી પીડાયેલી બળતણના લાકડા લઈને તેના ઘરે આવી. વાણિયાએ તેને જોઈ અને કહ્યું - “થોડાં જ બળતણના લાકડા તું તો લઈ આવી છે, ફરી વાર પણ તું જંગલમાં જા ! પછી આવી તારે જમવું.” ત્યારે તે ભૂખથી પીડાયેલી વૃદ્ધા જંગલમાં ગઈ. અને ફરી વાર ઇંધન લઈ માથા ઉપર ઉપાડી ચાલી. માર્ગમાં પગ અથડાવવાથી બળતણનું એક લાકડું પડી ગયું, ત્યારે તે વૃદ્ધા તે લાકડાને ગ્રહણ કરવાને નમી.
આ બાજુ તે જંગલમાં મહાવીર મહારાજા સમવસરેલા. અને ભગવાન ભવ્ય જીવોની આગળ દેશના આપે છે. ત્યારે તે ઘરડી સ્ત્રીએ (પણ) દેશના સાંભળી. ભગવાનની વાણીના પ્રભાવથી તે ઘરડી સ્ત્રીની ભૂખ પણ ચાલી ગઈ, તરસ પણ ચાલી ગઈ, થાક પણ ચાલ્યો ગયો. તે ઘરડી સ્ત્રી તે જ નમેલી અવસ્થામાં ત્યાં જ ઊભી રહી.
ત્યારે ગૌતમ ગણધરે તે સ્ત્રીને ત્યાં જ તે જ અવસ્થામાં રહેલી જોઈને ભગવાન મહાવીરને પૂછ્યું – “હે ભગવાન ! આ ઘરડી સ્ત્રી ભૂખ, તરસ, થાક વિના લાંબા સમય સુધી કેમ અહીં જ આ પ્રમાણે રહેલી છે?” ત્યારે ભગવાન બોલ્યા - ‘ગૌતમ! ભગવાનની વાણીનો આ પ્રભાવ છે.” (આથી તમે પણ ઝડપથી સંસ્કૃત સારી રીતે ભણી શાસ્ત્રસ્વરૂપ ભગવાનની વાણીને
ભણો.) [2] અમૂર્તિથા સુભૂમચક્રવર્તીની કથા
વસન્તપુરની પાસે એક જંગલ છે. ત્યાં જંગલના આશ્રમમાં જમદગ્નિ તાપસ તપ કરતો હતો. તે બધાં દેશોમાં પ્રસિદ્ધ હતો. આ બાજુ દેવલોકમાં
બે મિત્રદેવો છે. એક વૈશ્વાનર નામનો જૈન અને જિનેશ્વર ભગવાનના છેસરલ સંસ્કૃતમ્ - ૫ • ૨૦૦ ૦
પરીક્ષા-૪ છે