Book Title: Saral Sanskritam Part 05
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 215
________________ ધર્મમાં રત હતો અને બીજો ધન્વન્તરી નામનો દેવ શિવધર્મવાળો અને તાપસનો ભક્ત હતો. બંને પણ દેવો પોતાના ધર્મને પ્રશંસે છે. એને કીધું, જૈનધર્મ જેવો કોઈ પણ ધર્મ નથી.” બીજાએ કીધું - “શૈવધર્મ જેવો બીજો કોઈ ધર્મ નથી.” બંને પણ વાદ કરતા પોત-પોતાના ધર્મની પરીક્ષા કરવા માટે માનવલોકમાં આવ્યા. જૈનધર્મી વૈશ્વાનરદેવે કીધું - “ભગવાનના ધર્મમાં નાનામાં નાના નૂતન દીક્ષિત જે સાધુ હોય તેની પરીક્ષા કરીશું. (સંભાવના અર્થમાં) અને શૈવધર્મમાં જે જૂનો તાપસ હોય તેની પરીક્ષા કરીશું.” આ બાજુ મિથિલાનગરીના પધરથ રાજાએ રાજયને છોડી ચંપાનગરીમાં બારમા તીર્થંકર શ્રી વાસુપૂજય ભગવાનની પાસે દીક્ષા લીધી. તે નૂતન દીક્ષિત પારથ રાજર્ષિને જોઈ બને પણ દેવો ત્યાં તેની પરીક્ષા કરવા પ્રવૃત્ત થયા. વિવિધ પ્રકારના મીઠાઈ વગેરે ભોજનો અને ઠંડા પીણા તે સાધુને તે બન્ને દેવોએ દેખાડ્યા. અને કીધું – “હે સાધુ! આને ગ્રહણ કરો !' તે ભોજન પાણીને જોઈને ભૂખ-તરસથી પીડાયેલા પણ સાધુએ અકથ્ય જાણી ગ્રહણ ન કર્યા. આ પ્રમાણે સાધુના આચારની રક્ષા માટેની એક પરીક્ષા થઈ. આ પ્રમાણે બીજી, ત્રીજી પણ પરીક્ષા કરી. ચોથી પરીક્ષામાં બે દેવોએ નૈમિત્તિકનું રૂપ કરી તે સાધુને કીધું – “હે સાધુ ! અમે બે નૈમિત્તિક છીએ. હજુ પણ તારું ઘણું આયુષ્ય (બાકી) છે. આથી યૌવનવયમાં શા માટે તપ કરે છે? આ યોગ્ય નથી. વૃદ્ધ ઉંમરમાં તારે દીક્ષા લેવી જોઈએ. | મુનિએ કહ્યું – “જો મારું આયુષ્ય દીર્ઘ છે તો હું બહુ લાંબો) સમય ચારિત્રને પાળીશ અને ધર્મ કરીશ. અને તેથી મારું શરીર અને આત્મા (પણ) નિર્મળ થશે. વળી યૌવનવય વિના વધારે ધર્મ નથી થતો. વૃદ્ધપણામાં કેવી રીતે તે ધર્મ થશે ? શરીર ઘરડું થયે છતે ક્રિયા – તપ વગેરે પણ થતું નથી. ધન્ય છે મારું ભાગ્ય, જેથી મને ચારિત્રનો ઉદય થયો !” [3] વામનવરિત્રમ્ દામનચરિત્ર - રાજગૃહ નગરમાં જિતશત્રુ રાજા રાજ કરે છે. તેની જયશ્રી નામની રાણી છે. તે નગરમાં મણિકાર નામનો શ્રેષ્ઠી છે અને તેની સુયશા નામની પત્ની છે. તે બન્નેનો પુત્ર દામનક નામનો હતો. તે જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે તેના માતા-પિતા મરી ગયા. રાક સરલ સંસ્કૃતમ્ - ૫ - ૨૦૧૦ પરીક્ષા-૪ છે

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232