Book Title: Sanskrit Bhasha Pradip
Author(s): Thakordas Jamnadas Panji
Publisher: Thakordas Jamnadas Panji

View full book text
Previous | Next

Page 7
________________ (૭) ૪. પ્રજન-એમ અનુમાન થાય છે કે સંસ્કૃત ભાષા કે જે એકવાર સમસ્ત આર્ય લોકેના સાધારણ ભાષા હતી ને અપભ્રંશત્વને પામવા માંડી હતી તે આગળ જતાં તદન અપભ્ર. શત્વને પામી નાશ ન પામે તે સારું તે શી રીતે ઉત્પન્ન થયેલી ને ક્યા નિયમથી બંધાયેલી જોઈએ એટલે તેનું વ્યાકરણ કેવું જોઈએ તેને મહર્ષિ પાણિનિ વિચાર કરતા હતા તે સમયે તાંડવ નૃત્ય કરતા શિવભગવાનનું ધ્યાન કરતાં શિવભગવાનને ડમરૂથી ૧૪ અવાજે કરતાં તેમણે સાંભળ્યા, ને તે ધ્યાનમાંથી નિવૃત્ત થતા તે અવાજોને વ્યાકરણના સંબંધના સૂતરીકે ઓળખી, શિવસૂત્રને નામે ઓળખાવી, તેઓને વિસ્તાર કરી જોઈતા સૂત્રે કરી, પાણિનીય અષ્ટાધ્યાયી નામને ગ્રંથ કર્યો. એ ગ્રંથના સૂત્રે નાના ને ગૂઢ અર્થવાળા હોવાથી તેઓનું ઊઘટન કરવા મહામુનિ પતંજલિએ તેનાપર મહાભાષ્ય નામનું ભાષ્ય કર્યું ને ત્યાર પછી કાળે કાળે તેઓના વધીને નીચેના ઝાડમાં બતાવ્યા મુજબના બીજા ગ્રંથ થયા. મહર્ષિ પાણિનિની અષ્ટાધ્યાયી તથા મહામુનિ પતંજલિનું તેના પર મહાભાષ્ય, [મહાભાષ્યપર વિશેષ વિવરણના ગ્રંથો કૈયટોપાધ્યાયને મહાભાષ્યપ્રદીપ, ને ! નાગજીભટ્ટનું મહાભાષ્યવિવરણ. ગ્ર કે જેમાં અષ્ટાધ્યાયીના સૂત્રને કમ કાયમ છે. ૧. ઘરવામનયાદિત્યની કાશિકાવૃત્તિ આના ઉપર વિશેષ ટીકાને ગ્રંથ હરદત્ત પંડિતની પદમંજરી. ૨. એરમભટ્ટની પાણિનીયસૂત્રવૃત્તિ ૩. રામચંદ્રપાધ્યાયની પ્રક્રિયામુદી ૪. શ્રીભટ્ટજીદીક્ષિતને શબ્દકૈસ્તુભ. ગ્રંથ કે જેમાં અષ્ટાધ્યાયીને સૂત્રને ક્રમ પૂર્વાપર કરેલ છે. ૧. તિરૂમલની સુમને રમા ૨. રામકૃષ્ણ ભટ્ટને વૈયાકરણ સિદ્ધાંતરનાકર. ૩. શિવરમેન્દ્રસરસ્વતીને સિદ્ધાંતરનાકર ૪. શ્રીભટ્ટજીદીક્ષિતની સિદ્ધાંતકે મુદી. આના ઉપર વિશેષ ટીકાના ગ્રં– શ્રી ભટ્ટજીદીક્ષિતની મને રમા ને તેના પર હરિદીક્ષિતનું શબ્દરલ. નાગજીભટ્ટને શબ્દેન્દુશેખર. જ્ઞાનેદ્રસરસ્વતીની તત્વબોધિની ભાસ્કરાર્યને સિદ્ધાંતકામુદીવિલાસ ૧. એવાજ કારણસર ને એવી જ રીતે સ્થાન કરતા સનકાદિક મુનિઓને વેદના વિચારના સંબંધમાં શિવ ભગવાને ૧૪ અવાજ સંભળાવી ૧૪ સૂત્રે બતાવ્યા હતા તે નીચેના કલેકપરથી માલમ પડશે. नृत्तावसाने नटराजराजो ननाद ढक्कान्नवपञ्चवारम् । उद्धर्तुकामः सनकादिसिद्धा नेतद्विमर्षे शिवसूत्रजालम् ॥ ૨. આ ગ્રંથ પહેલા ચંદ્ર, ઈન્દ્ર, બૃહસ્પતિ, વગેરેના વ્યાકરણ હતા પણ તે અતિ ગૂઢ હતા અને હજી પણ બૃહસ્પતિનું છે એમ સંભળાય છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 366