Book Title: Sangh Yatra Vidhi Author(s): Naychandrasagar Publisher: Purnanand Prakashan View full book textPage 7
________________ 20 તુ bd Sતુ bd Sતુ bd 97 bd D90 550 તુ 500 500 50તુ પ્રસ્તાવના તીર્થ” એ આત્મવિશુદ્ધિ માટેનું એક સ્થાન-પોઇન્ટ છે. સર્વધર્મમાં તીર્થયાત્રાનું મહત્વ છે. તેના કરતાં કેઇ ગણું ઉંચુ | મહત્વ પ્રભુ શાસનમાં છે. “તીર્થ” સંસાર સમુદ્રથી પાર ઉતારે છે. માટે જ ‘તારે તે તીર્થ” એ લોક મુખે ગવાતી પંક્તિ કર્ણગોચર બને છે. શાસ્ત્રકાર ભગવંતો પણ આજ વાતને પુષ્ટ કરતાં જણાવે છે “ગુમાવ સંપત્વેિન જવાબોધિત રત્તીથી ચુતે ''શત્રુંજય ગીરનાર આદિ કલ્યાણક ભૂમિઓમાં એવી શક્તિ રહેલી હોય છે; જે શુભભાવ ને પ્રગટ કરે છે. ત્યાંના વાતાવરણ-એટમોસ્ફિયરમાં જ ક્ષેત્રજન્ય કે પ્રાચીન પ્રતિમાજી જન્ય એવા આંદોલનો પેદા થતા હોય છે; જે સહજભાવે જીવોને અધ્યાત્મ અભિમુખ બનાવે છે, સંસારની પ્રવૃતિ-ભાવનાઓને ભૂલાવે છે. તીર્થની આજ મહત્તા છે. =જવું, ગા=રાણ, મતલબ “જ્યાં જવાથી આત્માનું કે અધ્યાત્મભાવોનું રક્ષણ થાય તેને યાત્રા કહેવાય છે.’ યાત્રા ગમે તેમ નથી કરવાની આત્મભાવોના રક્ષક નિયમોપૂર્વક યાત્રા કરવાની છે. જે નિયમોને ‘છ'રી' સ્વરૂપે ઓળખાય છે. જેમાં | “રી” અંતવાળા છ નિયમોનું પાલન કરવાનું છે. આજના રોકેટયુગના જમાનામાં એક જ દિવસમાં ૫૭ તીર્થોની યાત્રા કરવી તે યાત્રા નહીં પણ દર્શન જ કહેવાય તેમાં પણ રાત્રી ભોજનાદિ ત્યાગના વિવેક ન રહે તો મહાકર્મબંધ થાય છે. આદિનાથ પરમાત્માએ ““છ'રી પાલતા જે નર જાય પાતિક ભૂકો થાય” એ ભાવ દ્વારા સર્વ પ્રથમ તીર્થયાત્રાનું મહત્વ જણાવ્યું ત્યારે ભરત મહારાજા એ તે પ્રભુવાણીને ઝીલી લીધી; અને આ અવસર્વિણી કાળમાં સર્વપ્રથમ તીર્થયાત્રાનો પ્રારંભ S૦d થયો. જે કોડાકીડી સાગરોપમ જેટલો કાળ પ્રાયઃ વ્યતિત થવા છતાં આત્મોદ્ધારણ સંઘયાત્રા આજ દિન સુધી અવિરતપણે dog ચાલી રહી છે. લક્ઝરીયસ જીવન પદ્ધતિએ જગતનો ભરડો લીધો છે. છતાં ‘છ'રી’ પાલિત સંઘો આજે પણ નીકળે છે. જે જિનશાસનની બલિહારી છે. તુ તુ | તુ તું સંઘયાત્રા વિધિ 808 ® Jan Education human For Personal Private Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44