Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta Author(s): Ramniklal Savla Publisher: Ramniklal Savla View full book textPage 4
________________ માંગલિક ભાવ નબરકાર अज्ञान तिमिरान्धानाम् ज्ञानाम्जेन शलाकया । चक्षुरून्मीलितं येन, तस्मै श्री गुरवे नमः ॥ ભાવાર્થ અમારા જેવા અનેક મુમુક્ષુઓને જેઓશ્રીએ અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર કાઢી ભવઅટવીમાં રખડતાં ચક્ષુ કે જે બંધ હતાતેને જ્ઞાનરૂપી અંજન આંજી ખોલી નાખ્યા છે અને મોક્ષનો માર્ગ સ્પષ્ટ કરી બતાવ્યો છે, તેવા પરમ કૃપાળુ અનંત ઉપકારી પુજ્ય ગુરૂદેવના પવિત્ર ચરણોમાં અમારા કોટી કોટી વંદન. मंगलं भगवान वीरो, मंगलं गौतमो गणी । मंगलं कुंदकुंदार्यों, जैनधर्मोडस्तु मंगलम् ॥' સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામી પછી તુરત જ ભગવાન કુંદકુંદ આચાર્યનું ત્રીજું સ્થાન આર્વે છે અને જૈન ધર્મ, એ ચારે મંગલ કહ્યા ओंकारं बिन्दुसंयुक्तं नित्यं घ्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ॐ काराय नमो नमः ॥ ભાવાર્થઃ કાર વાચક છે, તેનો વાઅભાવસ્કાર શુદ્ધ આત્મા છે. તે શુદ્ધ આત્મ સ્વરૂપની ઓળખાણ અને રૂચિ પરમાત્માપદ પૂર્ણ પવિત્ર ઈટને દેનારી છે. યોગીપુરૂષો તે શુધ્ધાત્માનું નિત્ય ધ્યાન કરે છે, તેના ફળ સ્વરૂપે મોક્ષ પામે છે અને કંઈક દશા અધૂરી હોય તો સ્વર્ગપામી પછી મનુષ્ય થઇ મોક્ષ પામે છે, તેવા કારને વારંવાર નમસ્કાર હો! अविरलशब्दघनौघप्रक्षालित सकल भूतल मलकलङ्का । मुनि भिरू पासित तीर्था सरस्वती हरतु नो दुरितान् ॥ ભાવાર્થ. જેમાં છિદ્ર નથી એવા એકાક્ષરી કાર દિવ્યધ્વનિની દિવ્યધારારૂપી તીર્થંકર ભગવાનની અખંડ દેશના, સબોધ સરસ્વતી તે સમજ્ઞાનને કહેનારી છે, તે કેવી છે? તો કે જેમ મેઘવર્ષા પૃથ્વીના મેલને ધોઈ નાખે છે. તેમ વીતરાગ ભગવાનની દિવ્યવાણીરૂપી સરસ્વતીને અખંડ ધારાપણે ઝીલીને ભવ્ય જનોએ દોષ દુઃખરૂપ મળમેલ પાપને ધોઈ નાખ્યા છે. અશુદ્ધ પરિણતિનો નાશ ર્યો છે અને સંત મુનિઓ તે વડે તરી ગયા છે. Jain Education International આ પાનામાવાવાઝy.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 94