Book Title: Samveg Rangshala
Author(s): Vinayrakshitvijay
Publisher: Shastra Sandesh

View full book text
Previous | Next

Page 7
________________ ચોથા સમાધિદ્વારના નવ પેટા દ્વારો છે. ૧. અનુશાતિ દ્વાર, ૨પ્રતિપત્તિ દ્વાર, ૩. સારણા દ્વાર, ૪. કવચ દ્વાર, ૫. સમતા દ્વાર, ૬, ધ્યાન દ્વાર, ૭. લેશ્યા દ્વાર, ૮. ફળ દ્વાર, ૯. વિજહના દ્વાર - પ્રથમ અનુશાસ્તિ દ્વારના ૧૮ પેટા દ્વારો છે. ૧. અઢારપાપસ્થાનક, ૨. આઠ મદસ્થાન, ૩. ક્રોધાદિ કષાયો, ૪. પ્રમાદ દ્વાર, ૫. પ્રતિબંધ, ૬. સમ્યક્તસ્થિરત્વ, ૭. અરિહંતાદિષટકભક્તિમાનપણું, ૮. પંચ નમસ્કારમાં તત્પરપણું, ૯. સમ્યગજ્ઞાનોપયોગ, ૧૦. પંચ મહાવ્રત, ૧૧.ક્ષપકને ચતુઃશરણગમન, ૧૨. દુષ્કૃતગર્તાકરણ, ૧૩. સુકૃત અનુમોદના, ૧૪. બાર ભાવના, ૧૫. શીલપાલન, ૧૬. ઈન્દ્રિયદમન, ૧૭. તપમાં ઉદ્યમ, ૧૮. નિઃશલ્યતા. આ બધા જ દ્વારો દષ્ટાંતો સાથે વર્ણવામાં આવેલ છે અને પછી પ્રતિપ્રત્તિ દ્વાર આદિનું વિવેચન કરેલ છે અને અંતે મહસેન રાજર્ષિના મનોરથો, તેમને કરેલા અનશનનો પ્રારંભ, ઈન્દ્ર કરેલી તેમની પ્રશંસા અને દેવાદિએ કરેલા ઉપસર્ગો તેમાં તેમનું નિશ્ચલપણું-રાજર્ષિના ભાવિ ભવનું વર્ણન કરી ગ્રન્થા કર્તાએ પોતાના ગુર્વાદિની પરંપરા દર્શાવી ગ્રન્થની સમાપ્તિ કરેલ છે. | વિ.સં. ૧૨૦૩માં લખાયેલ હસ્તપ્રત ઉપરથી વિ.સં. ૨૦૨૫માં સંઘ સ્થવિર પૂ. આ. શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂ. આ. શ્રી મેઘસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂ. આ. શ્રી મનોહરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂ. મુ. શ્રી હેમેન્દ્રવિજયજી મ.સા. તથા પંડિતવર્ય શ્રી બાબુભાઈ સવચંદ શાહ દ્વારા સંશોધિત આ ગ્રંથ પાટણના વતની મુંબઈ નિવાસી ઝવેરી કાન્તીલાલ મણીલાલ પ્રકાશિત કર્યો. 1 અકારાદિના કાર્ય માટે આ ગ્રંથનું પણ સૂચન મળેલ અને તે માટે તપાસ કરતાં આ ગ્રંથની આ એક જ આવૃત્તિ મળી. ઘણી મહેનતના અંતે પણ બીજી આવૃત્તિ મળેલ નહીં. હાલ આ આવૃત્તિ પણ અલભ્ય છે અને છેલ્લા ચાલીસ વર્ષમાં આ ગ્રંથની બીજી કોઈ આવૃત્તિ પ્રકાશિત થયેલ ન હોતી તેથી પ્રાકૃતભાષામાં રચાયેલો દસ હજાર શ્લોકનો આ મહાકાય ગ્રંથ ભવિષ્યમાં ઉપલબ્ધ બને તે ગણતરીથી આનું સંકલન કરી અકારાદિ માટે તૈયાર કરેલ અને તેનું પ્રકાશન આટલા નજીકના જ ભવિષ્યમાં શક્ય બનશે તે ધાર્યું નહોતું. પૂર્વે પ્રકાશિત થયેલ આ ગ્રંથની આ નૂતન કોપી જ છે. પૂ. સા. શ્રી ભદ્રજ્ઞાશ્રીજી મ.સા. તથા પંડિતવર્ય રતીભાઈ ચીમનલાલ દોશીએ જરૂર જણાય ત્યાં શુદ્ધિ-પ્રમાર્જના કરેલ છે. આ ગ્રંથનું વાંચન કરતાં કરતાં આપણે સૌ આ ગુણની પ્રાપ્તિ કરી જલદીમાં જલદી મોક્ષની પ્રાપ્તિ કરીએ એ જ એક અભ્યર્થના.. ‘સૂરિરામ' ૧૮મો સ્વર્ગગમન દિન મુનિ વિનયરક્ષિતવિજય પોપટબેન પાઠશાળા (પ્રથમ આવૃત્તિના આધારે) ગીરધરનગર-શાહીબાગ અમદાવાદ-૪ * 2 (6)

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 378