________________
હું
லலலலலல
லலலலலல @ છું સમંતિતી પ્રણ
પ્રથમ કાંડની પ્રસ્તાવના ફૂલ છે. லலவிலலை
லலவிலலல “સમ્મતિ' એટલે “પદાર્થને વાસ્તવિક જોવા માટેની નિર્મળ મતિ.” તે જેનાથી પ્રાપ્ત થાય તેવો ગ્રંથ તે સમ્મતિ તર્ક પ્રકરણ' છે.
સામાન્યથી અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞના વચનથી જોઈ શકાય છે તોપણ તે વચનો દુષ્ટ અનુભવ સાથે વિરુદ્ધ ન હોય અને અતીન્દ્રિય પદાર્થને કહેનારા આગમો સાથે વિરુદ્ધ ન હોય તે રીતે અવલોકન કરવાની નિર્મળ દષ્ટિ જેનાથી પ્રાપ્ત થાય તેવા ગ્રંથની રચના પૂ. આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાએ કરી છે.
1રૂપ જ તેનું નામ આપેલ છે. જેથી સમ્મતિ’ નામમાત્રના શ્રવણથી બોધ થાય કે ઉત્તમ કોટિની સમ્મતિની પ્રાપ્તિ પ્રસ્તુત ગ્રંથના અધ્યયનથી થશે.
અનાદિકાળથી જીવ જ્ઞાનવાળો હોવા છતાં મૂઢતાવાળો છે, તેથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવામાં તેની દૃષ્ટિ સદા મૂઢ જ રહે છે. આથી સંસારી જીવો હિત અર્થે ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે; છતાં મૂઢતાને કારણે અહિતની જ પ્રાપ્તિ કરે છે. વળી, કેટલાક જીવો ધર્મ માટે પ્રવૃત્ત થયા હોય તેથી તપ-ત્યાગાદિ કરે છે તોપણ તત્ત્વને જોવામાં મૂઢદૃષ્ટિવાળા હોવાથી પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારી જે દૃષ્ટિઓ છે તે સર્વ દૃષ્ટિઓમાંથી કોઈક દૃષ્ટિ પ્રત્યે એવો મૂઢ રાગ થાય છે કે જેથી તત્ત્વને જોવામાં સમર્થ બનતા નથી અને જે એક દૃષ્ટિથી તત્ત્વને જુએ છે તે એક જ દૃષ્ટિ પ્રત્યે એકાંત રાગ થવાથી અન્ય દૃષ્ટિઓનો અપલાપ કરીને સન્માર્ગની બુદ્ધિનો નાશ કરે છે તેથી પરલોક અર્થે તપ-ત્યાગાદિ કરે છે તોપણ કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરી શકતાં નથી.
જેમ સાંખ્યદર્શનના આદ્ય ઋષિ કપિલ પરલોક અર્થે જ સંન્યાસ ગ્રહણ કરીને સ્વમત અનુસાર સંન્યાસનું પાલન કરીને પાંચમા દેવલોકમાં ગયા છે, તોપણ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોવામાં મૂઢદૃષ્ટિવાળા હોવાથી તેઓએ પોતાના અનુભવનો અપલાપ કરીને સ્વદર્શનના મતાનુસાર પચ્ચીસ તત્ત્વોની કલ્પના કરી છે. વળી, તેઓ પુરુષને અને પ્રકૃતિને માને છે તેથી આત્માને સ્વીકારે છે અને કર્મોને સ્વીકારે છે. વળી, તેનાથી જ જગતની સર્વ વ્યવસ્થા પણ સ્વીકારે છે; છતાં દેહ અંતર્વર્તી સ્વસંવેદનરૂપ આત્મા છે તેનો અમલાપ કરીને “આત્મા એકાંતનિત્ય છે” અને “જલમાં ચંદ્રમાના પ્રતિબિંબની જેમ બુદ્ધિમાં તે પ્રતિબિંબિત થાય છે તે પ્રકારે કલ્પના કરીને સંસારની સર્વ દૃષ્ટ વ્યવસ્થાની સંગતિ કરે છે અને મોક્ષમાર્ગની વ્યવસ્થાની સંગતિ કરે છે. પરલોક અર્થે સ્વયં ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરે છે, જેના ફળરૂપે પાંચમો દેવલોક પ્રાપ્ત કરે છે, તોપણ પદાર્થના વાસ્તવિક અવલોકનમાં અત્યંત મૂઢતા હોવાના કારણે દષ્ટિરાગવાળા એવા કપિલાદિને પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગબિંદુ”માં “પ્રાયઃ ચરમાવર્તની બહારના જીવો છે તેમ હું માનું છું” એમ કહેલ છે.
વળી તે દર્શનમાં રહેલા કપિલને જ સર્વજ્ઞ માનનારા હોવા છતાં જેઓમાં તત્ત્વને જોવાની દૃષ્ટિ પ્રગટ થઈ છે અને કદાગ્રહ વગરના છે પરંતુ મુગ્ધતાથી કપિલને જ પૂર્ણ પુરુષ માનીને સર્વજ્ઞ સ્વીકારે છે તેઓ પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org