________________
લેખકનું નિવેદન
(૧) સમ્યગદર્શન જેવા જ ટલ વિષયના વિવિધ પાસાઓની વિચારણું કરતો આ ગ્રંથ ગુજરાતી સમાજ પાસે રજૂ કરતી વખતે હું ક્ષોભ અનુભવું છું. મારી ઓછી લાયકાત અને અલપ અભ્યાસના કારણે તેમાં ક્ષતિઓ હેવાની સંભાવના ખરી. તે તે માટે વિદ્વાન તેમજ શ્રદ્ધાળુ વાચક-વર્ગ મને ક્ષમા કરશે અને મારા શુભ હેતુ તરફ નજર રાખશે તેવી અપેક્ષા રાખું છું.
પહેલા પ્રકરણમાં દર્શન શબ્દના તેના વિવિધ અર્થો અંગે અને બીજા પ્રકરણમાં જૈન આગમ અંગે ટૂંકી વિગતો આપેલી છે. આ બંને પ્રકરણ સમકિત વિચારણાની ભૂમિકારૂપે લખેલાં છે. આ ભૂમિકા વાંચવાથી અભ્યાસને વિષય-પ્રવેશની સરળતા થશે.
પ્રકરણ ૩ માં “મિથ્યાત્વ અંગે વિચારણા કરી છે. મિથ્યાત્વ. એટલે વિપરીત અથવા સત્યથી વિધી; જે નથી તે છે તેમ માનવું અથવા જે છે તે નથી તેમ માનવું. મિથ્યાત્વની નિવૃત્તિ તે જ સમક્તિ છે.
જેન આગમમાં પદાર્થ નિરૂપણ ચાર પ્રકારે કરવામાં આવેલ છે, જે ચાર અનુગ કહેવાય છે. કથાનુગ અને ચરણાનુયોગમાં આચારની પ્રધાનતાથી, દ્રવ્યાનુયોગમાં તવચિંતનની પ્રધાનતાથી અને કરણાનુયોગમાં આત્માને કાર્યકારી જીવ-કર્માદિકની પ્રધાનતાથી અને તે પ્રધાનતાના સંદર્ભમાં મોક્ષના એક જ પ્રજનનું જુદી જુદી શૈલીથી નિરૂપણ કરવામાં આવેલ છે. જુદા જુદા અનુગ સંબંધિત ચર્ચા કરતાં પહેલાં ભૂમિકારૂપે અનુગ અંગે પ્રકરણ-૪માં સામાન્ય. વિચારણું કરીને, એક એક અનુગ લઈને ત્યાર પછીના પ્રકરણોમાં સમકિતના સ્વરૂપની ચર્ચા-વિચારણું કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org