Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 106
________________ વ્યવહાર સમકિતના બે બોલ ૮૭ (૨) જેમણે સમ્યફ પ્રકારે પરમાર્થને જાણે છે તેવા પાસે વિનય અને તેઓની ભાવપૂર્વક સેવા-ભક્તિ કરવી તેમજ તેઓને સમાગમ કરે. (૩) દર્શનભ્રષ્ટને સંગ ન કરવો. (૪) મિથ્યાદર્શનીને સંગ ન કરે. આ રીતે શ્રદ્ધાના સંરક્ષણ અને વિકાસ માટે ચાર અંગની પ્રરૂપણ છે. ૨. સાચી શ્રદ્ધા જાણવાના ૩ લિંગ કે ચિહન છે. (૧) ધર્મ સાંભળવાની જિજ્ઞાસા–પરમાગમ શુશ્રુષા” (૨) ધર્મ કરવામાં પૂર્ણ પ્રીતિ એટલે ધર્મ-સાધના અનુરાગ. (૩) દેવ-ગુરુની વૈયાવચ્ચ. જે મનુષ્ય જેની સેવા કરે છે તે તેવા સ્વરૂપે પરિણમે છે–તેવા સ્વરૂપનો અનુભવ કરે છે. ૩. જૈનદર્શનમાં વિનય મૂલ ધર્મ કહેવાય છે; વિનય કરવાથી અનેક સદ્દગુણોની પ્રાપ્તિ થાય છે. અનાદિકાળથી અજ્ઞાની જીવને અહંતા વળગેલી છે. અહંતા, અજ્ઞાન અને મિથ્યાત્વ એ ત્રણે સહચારી છે; એ ત્રણે તેમજ અન્ય દોષને દૂર કરવામાં વિનયગુણને સદ્દગુણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ૧૦ પ્રભેદ બતાવી, અરિહંત, સિદ્ધ, રૌત્ય, શ્રુતજ્ઞાન, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સંઘ અને સમકિતી-આ દશને વિનય કરવાનું વિધાન છે જેને દર્શનવિનય કહે છે. ૪. સમક્તિને નિર્મળ રાખવા માટે શાસ્ત્રમાં કથન છે કે મન, વચન અને કાયા-આ ત્રણેની શુદ્ધિ સમકિતનું શેઘન કરે છે. આ છે ત્રણ પ્રકારની શુદ્ધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128