Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 123
________________ १०४ સમકિત વિચાર આ રીતે જૈનદર્શનમાં સ્યાદ્વાદ, અનેકાંત કે સાપેક્ષવાદને વ્યવસ્થિત રીતે રજૂ કરીને, વિવિધ ધર્મોમાંથી સત્યને સાર ખેંચવાની, સત્યને સાપેક્ષ દૃષ્ટિએ સમજવાની અને સમજીને પછી દષ્ટિભેદથી લડવાને સ્વદર્શન મોહ, સ્વદર્શનને દૃષ્ટિરાગ, દષ્ટિવ્યામેહ કે દર્શનમોહ છોડી, સત્યના સ્વરૂપને-શાશ્વત આત્મસ્વરૂપને આરાધવાની શીખ આપી છે. દશનાહ વ્યતીત થઈ, ઉપજ બોધ જે, હભિન્ન કેવળ તન્યનું જ્ઞાન જે. – અપૂર્વ અવસર એ કયારે આવશે ?” (શ્રીમદ્ રાજચંદ્રજી) વળી, તેઓ કથન કરે છે : “દર્શનમોહ જાય તે સત્યદર્શન સ્પષ્ટ થાય છે, સત્યની સમજણ વ્યવસ્થિત થાય છે. દષ્ટિરાગ કે. દર્શનમોહ ગયે એટલે આત્મતત્વથી જોવાની દષ્ટિ આવે જ.” આ આત્મમાર્ગને આરાધક સાધક બાહ્યા સુખ-સંસારના સુખથી–વિમુખ થાય છે અને અંતમુખી બને છે. અંતે મુખી જ અંતરાત્મા ગણાય છે. અરાગાદિક પરભાવે જુદા, હુ તો આતમરામ છું, જ્ઞાયકભાવની શ્રદ્ધા કરતો, હું તો જ્ઞાતાદ્રષ્ટા છું.” (૪) ઉ૫યોગપ્રધાન ધર્મનો મહિમા સમકિત શબ્દમાં “સમ” એટલે સાચું, સમાન અને તિ એટલે ચાહવું. સમભાવે ચાહવું કે સમભાવમાં રહેવું તેને સમકિત કહે છે. ‘ક્તિને બીજો અર્થ જાણવું થાય છે, એટલે સમકિતનો અર્થ સાચી રીતે જાણેલું જ્ઞાન. સમ્યક્દર્શનમાં ચાહનાની અનુભૂતિ અને સમ્યફજ્ઞાનમાં યથાર્થ સમજણ અને પ્રમાણભાન હોય છે. આ બંને યુગ૫૬ છે. ચાહનાની અનુભૂતિ અને આંશિક જ્ઞાન એક સાથે થતાં હોવાથી, સમકિતને યુગપદ કહ્યું છે; એમાં આત્માની અનુભૂતિરૂપી સંવેદના તે દર્શન-પર્યાય અને આમાના સત્ય સ્વરૂપની સમજણ એ જ્ઞાન-પર્યાય છે.” (મુનિશ્રી સંતબાલજી સમક્તિની સમજણ), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128