Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 107
________________ ૮૮ સમકિત વિચાર ૫. સમકિતના પાંચ લક્ષણ છે. (આ અંગેને સ્વતંત્ર લેખ છે. તે વાંચવા વિનંતિ છે.) ઉપરાંતમાં હવે તે લક્ષણ-ગુણની પ્રાપ્તિને તેમજ તેની પ્રધાનતાને ક્રમ ટૂંકમાં અત્રે વિચારીએ સમકિતીને આસ્તિષ્યને લાભ પહેલો થાય છે અને ત્યારબાદ અનુકંપા, ત્યારબાદ નિર્વેદ, ત્યારબાદ સંવેગ અને છેલ્લો ઉપશમની પ્રાપ્તિ થાય છે. આ પ્રાપ્તિ ક્રમ છે. ગુણની પ્રધાનતાની અપેક્ષાઅ આ ક્રમ ઉલટ છે, એટલે કે પ્રથમ ઉપશમ, પછી સંવેગ, પછી નિર્વેદ, પછી અનુકંપા અને પછી આસ્તિક્ય, તે પ્રકારની પ્રધાનતા છે. એ રીતે ઉપશમ ગુણની પ્રધાનતા સૌથી વધારે છે અને પ્રાપ્તિ ક્રમમાં તે સૌથી છેલ્લો આવે છે. આવા શમ-ઉપશાંત દશા કે સમભાવને શ્રીમદ્ રાજચંદ્ર સરળ ગુજરાતી ભાષામાં તેમના અપૂર્વ અવસરર કાવ્યમાં વાચા સુંદર રીતે આપી છે. “બહુ ઉપસર્ગર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ તે આઠમી ગાથાથી બારમી ગાથા સુધીમાં આ ભાવને રૂડી રીતે પ્રદર્શિત કરેલ છે. ૬. ધર્મક્રિયામાં કુશળતા, શાસનની ભક્તિ, પ્રિયધમ ઉપરાંત દઢધમ, ધર્મમાં ડગેલા અન્ય જીવોને ધર્મમાં સ્થિર કરવાની કુશળતા અને શક્તિ તેમજ અખૂટ ધીરજ ધરાવનાર કાર્યવાન–આવા પાંચ પ્રકારના ગુણરૂપી ભૂષણ વડે સમકિતી જીવ પિતાનું તેમજ શાસનનું ભલુ કરે છે. ૭. શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદષ્ટિની પ્રશંસા તેમજ મિથ્યાદષ્ટિને સંગ (સંગ તે રંગ)-એ પાંચ સમક્તના અતિચાર, દોષ કે દૂષણ છે અને સમતિને મલીન કરે છે. તે કારણસર આવા દોષોને યાનપૂર્વક સમકિતીએ ત્યાગ કરવા લાયક છે. ૮. પ્રભાવનાઃ સમક્તિના આઠ અંગના પ્રસંગે પ્રભાવના અંગે આપણે વિચારણા કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128