Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 117
________________ ૯૮ સમકિત વિચાર આ વસ્તુ-તવને બોધ સર્વ કેઈને એક સરખે નહિ થાય કારણ કે સાધકના કર્મો અને તેને પશમ એક સરખો હોતો નથી. દરેક જીવમાં વિવિધ પ્રકારની કર્મની અને ક્ષયોપશમની તરતમતા દેખાય છે. અત્રે પ્રાપ્ત કરવા ગ્ય આત્મતત્ત્વ છે. એટલે કર્મને ક્ષય કે ઉપશમ થયો હશે તેટલી આત્મ-દષ્ટિ વિકાસ પામે અને તેટલા પ્રમાણમાં સત્ય તત્ત્વને બોધ પરિણમે. આ રીતે અધિકારી ભેદે આત્મબંધની તરતમતા રહેવાની. દૃષ્ટિભેદના કારણે આ દુનિયાની કઈ પણ વસ્તુને જુદા જુદા રૂપે જુએ છે અને અનુભવે છે. સાધનને ઉપયોગ વિષય ઉપગ માટે પણ થાય અને આત્માને વિકાસ કરવા માટે પણ થાય. અત્રે આત્મતત્વના સત્ય સ્વરૂપનું નિશાન રાખી, આપણે વિચારણા કરીશું. જ્ઞાનને ઉપયોગ અનેકાંત અને સ્યાદવાદમાં સમાયેલ છે. અનેકાંતદષ્ટિ સત્યના આધારે ઉભી છે. સત્યના નિરુપણની પદ્ધતિ અને સત્યની શોધ બધા મહાપુરુષેની એકસરખી હોતી નથી. દરેકની ઢબ જુદી જુદી હોય છે. ભગવાન મહાવીરની સત્યપ્રકાશન શૈલીનું જ બીજુ નામ અનેકાંતવાદ છે, જેને સ્યાદવાદ પણ કહેવાય છે. “અનેકાંત એ એક જાતની વિચાર પદ્ધતિ છે. તે બધી દિશાએથી, બધી બાજુથી ખુલ્લું એવું એક માનવચક્ષુ છે; જ્ઞાનના વિચારના અને આચારના કોઈ પણ વિષયને તે માત્ર એક જ તૂટેલી કે અધૂરી બાજુથી જેવા ના પાડે છે.” (પંડિતવર્ય સુખલાલજી). " આ માટે પ્રથમ તે જૈનદર્શનની અનંત અનંત નય-નિક્ષેપ ભરેલી વાણું સમજવી જરૂરી બને છે. “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નથનિક્ષેપે વ્યાખ્યાની છે.” જિનેશ્વર તણું વાણી જાણી તેણે જાણું છે.” (શ્રીમદ્ રાજચંદ્રજી–જિનેશ્વરની વાણ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128