________________
કરણનુયાગના દૃષ્ટિકેણથી
४७
વળી, દર્શનમેહનીય કર્મની ત્રણ પ્રકૃતિ છેઃ (૧) મિથ્યાત્વ મેહનીય (૨) મિશ્ર મોહનીય અને (૩) સમ્યફત્વ મેહનીય. સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધા થવા દે નહિ તે મિથ્યાત્વ મેહનીય પ્રકૃતિનો પ્રભાવ છે. આ વખતે ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી કષાયની ચેકડીને પણ નિયમા ઉદય હોય છે. મિશ્ર મોહનીય પ્રકૃતિમાં જે કે વિવેક બુદ્ધિ પ્રગટ થયેલ નથી તેમ છતાં અનંતાનુબંધીની ચેકડીને નિયમો ઉદય હોતો નથી. સભ્યત્વ મેહનીય પ્રકૃતિના ઉદયમાં સમકિત ગુણોને પૂર્ણ ઘાત હોતો નથી.
વળી, ચારિત્ર મેહનીય કર્મના પચીશ ભેદે છે, ધ, માન, માયા અને લોભ-એ ચાર આત્માને કષ્ટ આપનાર હોવાથી કષાય કહેવાય છે, એ દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ. પ્રત્યાખાનોવરણ અને સંજવલન એમ ચાર ચાર ભેદે છે. આમ કષાયના સોળ ભેદ છે. આ ઉપરાંત કષાયના સહચારી બીજા નવ ભેદો છે. જેને નોકષાય કહેવાય છે. આ છે-હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, પુરુષ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ. આમ ચારિત્ર મેહનીય કર્મના પચીશ, દર્શનાહનીય કર્મના પૂર્વોક્ત ત્રણ ભેદે મળીને મેહનીય કર્મના કુલ અઠાવીશ ભેદ છે.
અનંતાનુબંધી એટલે અનંતકાળથી આત્માને અનંત કર્મોને બંધ કરાવીને જીવાત્માને સંસારચક્રમાં જે ભ્રમણ કરાવે તે. ક્રોધ, માન, માયા અને લોભના તીવ્ર ઉદયને અનંતાનુબંધી ચેકડી કહે છે.
આવી અનંતાનુબંધી ચેકડી અને દર્શન મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિ મિથ્યાત્વ મેહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વ મોહનીયએ રીતે સાત પ્રકૃતિને ઉપશમ કે ક્ષય થાય ત્યારે ઉપશમ, ક્ષયશમ કે ક્ષાયિક સમકિત જીવને પ્રાપ્ત થાય. સમકિતની પ્રાપ્તિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org