Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 100
________________ સમકિતની દસ રુચિ આગમ ગ્રંથમાંના “મૂલસૂત્ર વિભાગમાં મૂકાયેલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અતિ પ્રાચીન અને આદરણીય ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન મહાવીરને અંતિમ ઉપદેશ છે. આવા શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૨૮ માં મોક્ષમાર્ગ અધ્યયનમાંગાથા-૧૬ માં સમકિતની દસ રુચિ એટલે કે સમતિની-શ્રદ્ધાની પ્રાપ્તિ દસ પ્રકારે થાય છે એવું કથન કરીને તેના દસ પ્રકારે બતાવેલ છે તો તે અંગે ટૂંકમાં વિચારણું કરીએ. જીવ, અજીવ. બંધ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા અને મોક્ષ--એ નવ તથ્ય એટલે કે તત્ત્વ છે. (અ. ૨૮, ગા. ૧૪) એ નવ તત્ત્વોના અસ્તિત્વમાં ભાવપૂર્વક શ્રદ્ધા અથવા રુચિ તેનું નામ સમ્યકત્વ અથવા સમ્યફ દર્શન છે. (૨૮/૧૫). અગાઉ અ. ૩ ની ગાથા-૧ માં કથન કરેલ છે કે આ સંસારમાં જીવને નીચેની ચાર વસ્તુઓ પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે. (૧) મનુષ્યપણું (૨) ધર્મનું શ્રવણ (૩) શ્રદ્ધા અને (૪) સંયમમાં પુરુષાર્થ. ત્યારબાદ ગા. ૮માં કથન છે કે પરંતુ એ પ્રમાણે દુર્લભ એવું મનુષ્યપણું પામવા છતાં તપ, ક્ષમા, અને અહિંસામાં પ્રવૃત્તિ કરાવનાર સધર્મનું શ્રવણ થવું દુર્લભ છે. ત્યારબાદ ગા. ૯ માં કથન છે કે કદાચ કોઈને સદ્ભાગ્યવશાત્ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય તો પણ તેમાં શ્રદ્ધા-રુચિ ઉત્પન્ન થવી અતિ દુર્લભ છે કારણ કે ઘણય લેકે ધર્મ જાણવા છતાં તેનાથી દૂર રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128