________________
સમકિતની દસ રુચિ
આગમ ગ્રંથમાંના “મૂલસૂત્ર વિભાગમાં મૂકાયેલ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર અતિ પ્રાચીન અને આદરણીય ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન મહાવીરને અંતિમ ઉપદેશ છે.
આવા શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૨૮ માં મોક્ષમાર્ગ અધ્યયનમાંગાથા-૧૬ માં સમકિતની દસ રુચિ એટલે કે સમતિની-શ્રદ્ધાની પ્રાપ્તિ દસ પ્રકારે થાય છે એવું કથન કરીને તેના દસ પ્રકારે બતાવેલ છે તો તે અંગે ટૂંકમાં વિચારણું કરીએ.
જીવ, અજીવ. બંધ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા અને મોક્ષ--એ નવ તથ્ય એટલે કે તત્ત્વ છે. (અ. ૨૮, ગા. ૧૪) એ નવ તત્ત્વોના અસ્તિત્વમાં ભાવપૂર્વક શ્રદ્ધા અથવા રુચિ તેનું નામ સમ્યકત્વ અથવા સમ્યફ દર્શન છે. (૨૮/૧૫).
અગાઉ અ. ૩ ની ગાથા-૧ માં કથન કરેલ છે કે આ સંસારમાં જીવને નીચેની ચાર વસ્તુઓ પ્રાપ્ત થવી અતિ દુર્લભ છે.
(૧) મનુષ્યપણું (૨) ધર્મનું શ્રવણ (૩) શ્રદ્ધા અને (૪) સંયમમાં પુરુષાર્થ. ત્યારબાદ ગા. ૮માં કથન છે કે પરંતુ એ પ્રમાણે દુર્લભ એવું મનુષ્યપણું પામવા છતાં તપ, ક્ષમા, અને અહિંસામાં પ્રવૃત્તિ કરાવનાર સધર્મનું શ્રવણ થવું દુર્લભ છે. ત્યારબાદ ગા. ૯ માં કથન છે કે કદાચ કોઈને સદ્ભાગ્યવશાત્ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય તો પણ તેમાં શ્રદ્ધા-રુચિ ઉત્પન્ન થવી અતિ દુર્લભ છે કારણ કે ઘણય લેકે ધર્મ જાણવા છતાં તેનાથી દૂર રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org