________________
૮૨
સમકિત વિચાર
શ્રદ્ધા-રુચિ-સમ્યક્ત્વ આધ્યાત્મિક વિકાસની આધાર-શિલા છે, પરંતુ તેની પ્રાપ્તિ અતિ દુર્લભ છે; અને તેના કારણમાં શ્રદ્ધા અવરોધક સાત પ્રકૃતિને જીવને બંધ હોય છે.
ક્રોધ, માન, માયા અને લોભ-એ ચાર કષાયના ભેદ છે. તીવ્રતા અને વાસનકાળની અપેક્ષાએ કષાયના ચાર પ્રકાર છે. અતિ તીવ્ર અને લાંબા વાસનાકાળના કષાયને અનંતાનુબંધી કષાય કહેવાય છે. અનંતાનુબંધી એટલે અનંતકાળથી આત્માને અનંત કર્મોને બંધ કરાવીને જીવાત્માને સંસારચક્રમાં ભ્રમણ કરાવે છે. આ પ્રકારના ક્રોધ, માન, માયા અને લોભના તીવ્ર ઉદયને અનંતાનુબંધી ચોકડી કહેવાય છે.
દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ છે. (૧) મિથ્યાત્વ મેહનીચ, (૨) મિશ્ર મેહનીય અને (૩) સમ્યકત્વ મેહનીચ. જેના ઉદયથી તના યથાર્થ સ્વરૂપની રુચિ અટકે તે મિથ્યાત્વ–મેહનીય; જેના ઉદયથી યથાર્થપણુની રૂચિ કે અરુચિ ન થતાં, ડેલાયમાન સ્થિતિ રહે તે મિશ્ર મહનીચ; અને જેનો ઉદય યથાર્થપણાની રુચિનું નિમિત્ત થવા છતા, ઔપશમિક કે ક્ષાયિક ભાવનાવાળી તત્વ-રુચિને પ્રતિબંધ કરે તે સમ્યક્ત્વ-મેહનીય છે.
અનંતાનુબંધી ચેકડી અને દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિએ સાત પ્રકૃતિએ શ્રદ્ધા–અવધક પ્રકૃતિઓ છે.
જે છ મિથ્યાદર્શનમાં અનુરકત, વિષયાભિલાષી, હિંસક તથા કૃષ્ણ લેશ્યાવાળા છે તેઓ માટે સમકિત પ્રાપ્ત કરવું તે દુર્લભ છે. આંતરિક તત્ત્વશ્રદ્ધાન પ્રાપ્ત કરવું તે કલ્પવૃક્ષ કે પારસમનું પ્રાપ્ત કરવા જેવું છે એટલે કે તેવા પ્રકારે અતિ દુર્લભ છે તેમ છતાં જે જીવે સમ્યફદર્શનમાં અનુરક્ત, વિષયાભિલાષા વિનાના તથા શુકલ વેશ્યાવાળા છે તેઓ માટે મિથ્યાત્વને વિખેરી નાખી સમકિતની પ્રાપ્તિ દુર્લભ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org