Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 67
________________ ૪૮ સમકિત વિચાર અનાદિ કાળથી મિથ્યાત્વના કારણે જીવાત્માને જે મતિ-અજ્ઞાન અને શ્રુત-અજ્ઞાન હતા તે મતિ-જ્ઞાન અને શ્રુતજ્ઞાનરૂપે પરિણમે. સમકિત પ્રાપ્ત થવામાં ગુરુના ઉપદેશનું નિમિત્ત કારણ હોય કે ન હોય પરંતુ જીવના પિતાના જ વિશુદ્ધ પરિણામો વડે જ તે પ્રગટે છે. પરિણામોને નિર્મળ કરવાનો પુરુષાર્થ આત્માને જ હોય છે. ક્રોધાદિ ચાર કષાય મંદ કરીને તે ચાર દેને ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ એ ચાર ગુણેમાં પલટવા તે નિર્મળ પરિણામનું ઉદાહરણ છે. જીવ પિતાના જ ઉપાદાનથી અને પોતાના જ દ્રવ્યમાં પિતાના જ પુરુષાર્થથી સમકિત પ્રાપ્ત કરી શકે છે. આ પ્રાપ્ત કરવા પૂર્વે પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેનું લબ્ધિસાર ગ્રંથમાં સવિસ્તાર વર્ણન કરેલ છે, જે ટૂંકમાં નીચે મુજબ છે : (૧) ક્ષયપશમલબ્ધ : જ્ઞાનાવરણીય કર્મના તીવ્ર આવરણો મંદ થાય એટલે કે જ્ઞાનનો ઉઘાડ થાય તે ક્ષોપશમલબ્ધિ છે. (૨) વિશુદ્ધલબ્ધિ : ક્ષયોપશમલબ્ધિના પ્રતાપે મનમાં કલેશ ઉપજાવે તેવા પરિણામે ઘટતી જાય, કષાયની મંદતા થતી જાય, અને વિશુદ્ધ પરિણામોની વૃદ્ધિ થતી જાય. વિશુદ્ધતાના કારણે સંસારની રુચિ મંદ થઈ, ધર્મની રુચિની વૃદ્ધિ થતી જાય. આ વિશુદ્ધલબ્ધિ છે. (૩) દેશના લબ્ધિ વિશુદ્ધલબ્ધિના પ્રતાપેજિનવાણી શ્રવણની. સંતસમાગમની, તે જાણવાની વિગેરે પ્રકારની અભિલાષા વધતી જાય તે દેશનાલબ્ધિ છે. (૪) પ્રાયોગ્ય લબ્ધિ : ઉપરોક્ત ત્રણ લબ્ધિ પ્રાપ્ત થયેથી જીવ પ્રત્યેક સમયે વિશુદ્ધતાની વૃદ્ધિ કરતો જાય છે. આત્મ-કલ્યાણ કરવાની ભાવના ઉત્કૃષ્ટપણે રાખે છે, અને કષાય ભાવે મદ, મંદતર, મદતમ કરી, ઉપશથ ભાવને પામતો જાય છે. જેટલા પ્રમાણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128