Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ ‘દર્શન વિચાર વ્યવહારમાં તેમજ અધ્યાત્મ-શાસ્ત્રોમાં દર્શન શબ્દ વપરાય છે, પરંતુ દરેક સ્થળે તે શબ્દ એક જ અર્થમાં વપરાતું નથી. જ્યાં જ્યાં તે શબ્દ આવે ત્યાં ત્યાં તે શબ્દ કયા અર્થમાં વપરાયેલ છે તે જાણવું જરૂરી બને છે. જૈનદર્શનાચાર્ય પંડિતવર્ય સુખલાલજીએ કથન કરેલ છે કે દર્શન શબ્દના ત્રણ અર્થ સર્વ પરંપરાઓમાં પ્રસિદ્ધ છે, જેમકે : (૧) ઘટદર્શન ઈત્યાદિ વ્યવહારમાં ચાક્ષુષ જ્ઞાનના અર્થમાં, (૨) આત્મદર્શન ઈત્યાદિ વ્યવહારમાં સાક્ષાત્કારના અર્થમાં અને (૩) દર્શન, સાંખ્યદર્શન, જૈનદર્શન ઈત્યાદિ વ્યવહારમાં, ખાસ ખાસ પરંપરાસંમત નિશ્ચિત વિચારસરણના અર્થમાં–દર્શન શબ્દનો પ્રાગ સર્વ સંમત છે.” આ ત્રણે અર્થ અંગે ટૂંકમાં વિચારણું કરીએ. (૧) દર્શન એટલે દેખવું” એ વ્યવહારમાં સામાન્ય અર્થ છે. આ ઉપરાંત આપણે રેજ બ રેજ વ્યવહારમાં દર્શન શબ્દ જુદા જુદા અર્થમાં પણ વાપરીએ છીએ. વ્યવહારમાં અરીસાને દર્શન કહીએ છીએ. ઉપદેશને પણ અમુક સંદર્ભમાં, મેળાપને પણ અમુક સંદર્ભમાં દર્શન કહીએ છીએ. કઈ સનેહીને મેળાપ લાંબા વખતે થાય તો “આપના દર્શન લાંબા વખતે થયા. તેમ કહીએ છીએ. આ રીતે વ્યવહારમાં દર્શનના અનેક અર્થે થાય છે. સંબંધ અગર સંદર્ભ લક્ષમાં લઈએ ત્યારે જ દર્શન શબ્દનું યથાર્થ અર્થઘટન કરી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128