________________
‘દર્શન વિચાર
વ્યવહારમાં તેમજ અધ્યાત્મ-શાસ્ત્રોમાં દર્શન શબ્દ વપરાય છે, પરંતુ દરેક સ્થળે તે શબ્દ એક જ અર્થમાં વપરાતું નથી. જ્યાં
જ્યાં તે શબ્દ આવે ત્યાં ત્યાં તે શબ્દ કયા અર્થમાં વપરાયેલ છે તે જાણવું જરૂરી બને છે.
જૈનદર્શનાચાર્ય પંડિતવર્ય સુખલાલજીએ કથન કરેલ છે કે દર્શન શબ્દના ત્રણ અર્થ સર્વ પરંપરાઓમાં પ્રસિદ્ધ છે, જેમકે : (૧) ઘટદર્શન ઈત્યાદિ વ્યવહારમાં ચાક્ષુષ જ્ઞાનના અર્થમાં, (૨) આત્મદર્શન ઈત્યાદિ વ્યવહારમાં સાક્ષાત્કારના અર્થમાં અને (૩) દર્શન, સાંખ્યદર્શન, જૈનદર્શન ઈત્યાદિ વ્યવહારમાં, ખાસ ખાસ પરંપરાસંમત નિશ્ચિત વિચારસરણના અર્થમાં–દર્શન શબ્દનો પ્રાગ સર્વ સંમત છે.”
આ ત્રણે અર્થ અંગે ટૂંકમાં વિચારણું કરીએ.
(૧) દર્શન એટલે દેખવું” એ વ્યવહારમાં સામાન્ય અર્થ છે. આ ઉપરાંત આપણે રેજ બ રેજ વ્યવહારમાં દર્શન શબ્દ જુદા જુદા અર્થમાં પણ વાપરીએ છીએ. વ્યવહારમાં અરીસાને દર્શન કહીએ છીએ. ઉપદેશને પણ અમુક સંદર્ભમાં, મેળાપને પણ અમુક સંદર્ભમાં દર્શન કહીએ છીએ. કઈ સનેહીને મેળાપ લાંબા વખતે થાય તો “આપના દર્શન લાંબા વખતે થયા. તેમ કહીએ છીએ. આ રીતે વ્યવહારમાં દર્શનના અનેક અર્થે થાય છે. સંબંધ અગર સંદર્ભ લક્ષમાં લઈએ ત્યારે જ દર્શન શબ્દનું યથાર્થ અર્થઘટન કરી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org