________________
સમકિત વિચાર
સામાન્ય રીતે આ પ્રથમ વિભાગને નેત્રજન્યધ વિભાગ કહી શકાય.
(૨) બીજે વિભાગ તે ત્રીજા નેત્રજ્ઞાનને વિભાગ છે. મહામાનના કહેવા મુજબ જગતની વાસ્તવિકતા એ આપણને દેખાતા જગત કરતાં કાંઈક તદ્દન જુદી જ છે. તેઓના કથન મુજબ આંખ વિગેરે ઈન્દ્રિયે વડે જોવામાં ભ્રમ કે ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના છે, જ્યારે ત્રીજા નેત્ર દ્વારા જે દેખાય છે તેમાં ભ્રમ કે ભૂલની કાંઈ સંભાવના નથી. ત્રીજા નેત્રની દૃષ્ટિથી થતાં વાસ્તવિકતાના દર્શનને સાક્ષાત્કાર કહે છે. આ દૃષ્ટિ ધરાવનાર મહા માનવ વાસ્તવિકતાને પ્રત્યક્ષ જુએ છે. અલૌકિક પ્રકારનું આ દર્શન છે. ઈન્દ્રિય અને મનથી થતાં જ્ઞાન ઉપરાંત મનની મદદ વગર આત્માને પ્રત્યક્ષ થતું જ્ઞાન આમાં અભિપ્રેત છે. જીવમાત્રમાં ચેતન-તત્ત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવવી એ પાયાની વાત છે. આ શ્રદ્ધા દઢ હોય અને ઘણાં પ્રકારને યથાર્થ પુરુષાર્થ કર્યો હોય ત્યારે જ ત્રીજુ નેત્ર ખૂલે છે, અને આત્મ-સાક્ષાત્કાર થાય છે. આ મહા માનવામાં ચેતનતત્વની શ્રદ્ધા જીવનમાં વણાઈ ગયેલી હોય છે. આ રીતે આ વિભાગમાં જ્યારે આપણે આત્મ-દર્શન શબ્દ વાપરીએ ત્યારે દર્શનનો અર્થ ચેતનતમાં અખૂટ શ્રદ્ધા અગર આત્મ-સાક્ષાત્કાર એમ થાય છે.
(૩) ત્રીજા વિભાગ કે ત્રીજા અર્થમાં જ્યારે આપણે દર્શન શબ્દ વાપરીએ છીએ ત્યારે દર્શનનો અર્થ અભિપ્રાય, માન્યતા આચાર, તત્ત્વ અંગેની ચિંતનપ્રણાલી, તત્વજ્ઞાન વિગેરે અર્થમાં વાપરીએ છીએ –દા. ત. જૈનદર્શન, જૈનદર્શન શબ્દ જ્યારે આપણે
ગદર્શન, સાંખ્યદર્શન યાયિક દર્શન વિગેરે દર્શન સાથે સરખામણીના સંદર્ભમાં વાપરીએ છીએ ત્યારે જુદી જુદી પરંપરાસંમત નિશ્ચિત વિચારસરણીના અર્થમાં વાપરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org