________________
દર્શન વિચાર
આ સંદર્ભમાં આપણે ભારતીય-દર્શન અને ષડ્રદર્શન શબ્દ અંગે ટૂંકમાં વિચારણા કરીએ.
અંધશ્રદ્ધાની સામે યુક્તિવાદનું જે અવિરામ યુદ્ધ ચાલે એનું જ નામ દર્શન છે. પ્રાથમિક દશામાં માનવસમાજ જ્યાં સુધી અધ્યાત્મવાદ કે તત્ત્વચિંતન કરવાની યોગ્યતા ધરાવતો નહોતો ત્યાં સુધી કર્મકાંડ આધિપત્ય ધરાવતું અને જમાવતું રહ્યું, પરંતુ જ્યારે આવા કર્મકાંડની સામે યુક્તિવાદનું યુદ્ધ મઢાયું અને અધ્યાત્મવિદ્યાના યુગનો પ્રારંભ થયો ત્યારે જુદા જુદા દર્શને રચાયાં. સામાન્ય માન્યતા એવી છે કે દર્શનોને જન્મ ચાર્વાકમુનિના યુક્તિવાદે આપ્યો છે, ચાર્વાક દર્શન નાસ્તિકવાદી, જડવાદી, અને ભૌતિકવાદી દર્શન કહેવાય છે.
કાળની અપેક્ષાએ પ્રથમ આધ્યાત્મિક દર્શન કપિલમુનિનું સાંખ્યદર્શન ગણાય છે, સમય જતાં પતંજલિ મુનિનું ચાર્ગદર્શન, કણાદમુનિનું વૈશેષિકદર્શન. ગૌતમ મુનિનું નેયાયિક દર્શન, જેમિનિ મુનિનું પૂર્વમીમાંસા અને બાદરાયણ મુનિનું ઉત્તરમીમાંસા. આમ છ દર્શનોને વિકાસ થા. આ છ દર્શનને ભારતીય પરંપરામાં ષડૂદન કહેવાય છે. આ વર્ગીકરણમાં જૈનદર્શન કે બદ્ધદર્શનને સમાવેશ નથી કારણ કે તે વખતે માત્ર વૈદિક ધર્મોમાં સ્થાન હોય તેટલા જ દર્શન ગણાતા હતા. વેદધર્મથી તદ્દન સ્વતંત્ર દર્શન એવા જૈનદર્શન અને બૌદ્ધ દર્શનનું સ્થાન વેદધર્મજનિત દર્શનોમાં ન હોય તે સમજી શકાય તેવું છે.
- ત્યારબાદ જેનાચાર્ય હરિભદ્રસૂરિજીએ નવી પદ્ધતિથી વર્ગીકરણ કરીને ભારતીય તત્વજ્ઞાનમાં મુખ્યરૂપે ષદર્શનની ચર્ચા કરી છે. આ ષદર્શનમાં ગદર્શનનો સાંખ્યમાં સમાવેશ કરીને તેને સ્વતંત્ર સ્થાન આપ્યું નથી. નૈયાયિક અને વૈશેષિકમાં અત્યંત મતભેદ ન હોવાથી એ બંનેને સાથે ગણ્યા છે. સામી બાજુ જેનદર્શન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org