________________
સમકિત વિચાર
બૌદ્ધદર્શનનો ષડ્રદર્શનમાં સમાવેશ કરેલ છે, આચાર્યશ્રીએ આ છએ દર્શનના પ્રણેતાઓને સર્વત કહ્યા છે અને તે સૌને સમાનભાવે આદરણીય ગણુને, પિતાના ઉદાર માનસની અભિવ્યક્તિ કરેલ છે.
આવા બધા ભારતીય આસ્તિક દર્શનનું ધ્યેય લગભગ એક જ છે અને તે છે મોક્ષ પ્રાપ્તિ. આ કારણથી બધા દર્શનના વિષયનું ક્ષેત્ર સંસાર-અવસ્થાથી શરૂ કરીને મોક્ષપ્રાપ્તિ સુધીનું હોય છે. સંસારનું સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, મોક્ષપ્રાપ્તિના સાધને, આત્માનું સ્વરૂપ વિગેરે વિગેરે આધ્યાત્મિક વિષયની ચર્ચા પ્રધાનપણે આ બધા દર્શનમાં છે.
આ વિભાગના દર્શન શબ્દના અર્થઘટન માટે સમજ આપતાં, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન કથન કરે છે કે જગતની પ્રચલિત વિભાવનાઓ એકત્રિત કરી, તેમાંથી સહેજ વધારે મોટા સામાન્ય વિશ્વારો ઉપસાવવાના તાર્કિક પ્રયાસેને દર્શને ગણ્યા છે.
આ રીતે દર્શન શબ્દ જુદા જુદા અર્થમાં વપરાતો હોવાથી, દરેક સ્થળે અને સંદર્ભમાં એગ્ય અર્થઘટન કરવું જરૂરી બને છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. તહાં સમજવું તેહ”
(શ્રીમદ્ રાજચંદ્રજી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org