Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02 Author(s): R P Mehta, R T Savalia Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • નિયામક, ડૉ. આર.પી.મહેતા દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આપેલ વ્યાખ્યાનો : (૧) શ્રી શામળદાસ આર્ટ્સ કૉલેજના સંસ્કૃત વિભાગમાં ૧૭, ઓગસ્ટ, ૨૦૦૭ના રોજ સંસ્કૃત કવિઓ અને દાર્શનિકોનાં ચિત્રો ભેટ આપ્યા. “કાલિદાસની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા” પર વ્યાખ્યાન આપ્યું હતું. (ર) મહેસાણાની આર્સ કૉલેજ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે “ભારતીય પરંપરામાં ગુરનું મહત્ત્વપર વ્યાખ્યાન આપ્યું હતું. વિદ્યાભારતી પ્રેરિત સરસ્વતી વિદ્યામંદિર-ગાંધીનગરમાં ૧૫ મી ઑગસ્ટે ધ્વજવંદન અને પ્રેરક ઉદ્ધોધન કર્યું હતું. (૪) ભાવનગર મુકામે દ્વારા તા. ૨૨, ૨૩-૯-૨૦૦૭ના રોજ બાર્ટન લાયબ્રેરીમાં સંગૃહીત હસ્તપ્રતોના સૂચિકરણની કામગીરી પૂર્ણ કરી તથા તા. ૨૪-૯-૦૭ના રોજ આંતર કૉલેજ સુભાષિત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તા. ૨૪-૯-૦૭ના રોજ ન.ચ. ગાંધી મહિલા કોલેજ, ભાવનગરના સંસ્કૃત વિભાગના સ્નાતક-અનુસ્નાતક વિદ્યાર્થીઓ સમક્ષ “શાકુન્તલનું રસદર્શન' વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. અધ્યાપક, ડૉ. આર.ટી. સાવલિયા દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અપાયેલાં વ્યાખ્યાનો : (૧) નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલ, અમદાવાદ ખાતે ૧૪ અને ૧૫ ઓગષ્ટના રોજ ભારતની ૧૫૦મી પ્રથમ આઝાદીની લડત માટેની ઉજવણી નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે પ્રસંગ અનુરૂપ પ્રવચન અને ધ્વજવંદન કરવામાં આવેલું. (૨) શ્રી હકા. આટર્સ કોલેજના ઇતિહાસ વિભાગ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળામાં તા. ૨૫-૮-૦૭ના રોજ “ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સાહિત્યિક સામગ્રી પર વ્યાખ્યાન આપ્યું હતું. (૩) શ્રીમતી એસ.આર.મહેતા આટર્સ કૉલેજ (નવગુજરાત કેમ્પસ)ના ઇતિહાસ વિભાગના ઉપક્રમે તા. ૯-૯-૨૦૦૭ના રોજ ૧૮૫૭ના વિપ્લવના ૧૫૦ વર્ષની ઉજવણી સંદર્ભમાં આયોજિત સેમિનારમાં ‘હિંદ અને બ્રિટાનીયામાં વ્યક્ત થતી ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા' વિષય પર વ્યાખ્યાન આપ્યું. ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત એસ.એલ.યુ. આર્સ એન્ડ એચ. એન્ડ પી. ઠાકોર કૉમર્સ કૉલેજ ફોર ગર્લ્સના ઇતિહાસ વિભાગ દ્વારા તા. ૧૯-૯-૨૦૦૭ના રોજ યોજવામાં આવેલ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ‘ભારતના ઇતિહાસની સાધન-સામગ્રી' વિષય પર સ્લાઈડ સાથે વ્યાખ્યાન આપ્યું હતું. (૫) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ઇતિહાસ વિભાગમાં એમ.ફિલ.ના વિદ્યાર્થીઓ સમક્ષ તા. ૨૨-૯-૦૭ના રોજ “૧૮૫૭ થી આઝાદી સુધીના ગુજરાતની શૈક્ષણિક સ્થિતિ' વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. (૬) ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ગાંધીનગર ખાતે તા. ૨૯ સપ્ટે. ૨૦૦૭ના રોજ યોજાયેલ “૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ: એક પુનરાવલોકન” પરના રાષ્ટ્રીય સેમિનારમાં હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો. સંસ્થાવૃત્ત For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 125