Book Title: Samipya 2007 Vol 24 Ank 01 02 Author(s): R P Mehta, R T Savalia Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir INSTITUT શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન સ્થાપના સને ૧૯૪૪-૪૫ દરમિયાન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ગુજરાતમાં યુનિવર્સિટી સ્થપાય તે માટે ‘ગુજરાત વિદ્યામંડળની રચના કરી. સને ૧૯૪૫-૪૬ દરમિયાન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને તેના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગને વિદ્યાભવન રૂપે વિકસાવવા માટે શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ દલાલ તરફથી બે લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું. સને ૧૯૪૬-૪૭ દરમિયાન સંસ્થાનું નામ “ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને બદલે “ગુજરાત વિદ્યાસભા' રખાયું. એના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગને સ્વતંત્ર વિદ્યાભવનમાં ફેરવી એનું નામ શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન રાખવામાં આવ્યું. આ ભવનની ઈમારતનું ખાત મુહર્ત ડૉ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર સી.આઈ.ઈ.ના હસ્તે તા. ૧૧ ડિસેમ્બર, ૧૯૦૪ના રોજ કરવામાં આવ્યું. જ્યારે એનું ઉદ્ધાટન તા. ૯મી ફેબ્રુઆરી, ૧૯૪૭ના રોજ મુંબઈ સરકારના મુખ્યમંત્રી શ્રી બાબાસાહેબ ખેરના હસ્તે કરવામાં આવ્યું. (મુખ પૃષ્ઠ ઉપરનો ફોટો). આ સંસ્થાને સ્વતંત્ર ટ્રસ્ટ તરીકે મુંબઈ ટ્રસ્ટ ઍક્ટ, ૧૯૫૦ હેઠળ તા. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૨ (રજી. નં. એફ-૨૩)માં નોંધણી કરવામાં આવી. ભો.જે. વિદ્યાભવન માટેની જમીન અને મકાનનાં બાંધકામ અંગે ૧૧-૩-૧૯૫૮ના રોજ શેઠશ્રી ભોળાભાઈ જેસિંગભાઈ દલાલે ગુજરાત વિદ્યાસભા ખાતે આપેલ રકમ વાપરવા વિદ્યાભવનના મકાન અને અંદરના સરસામાન માટે દાનની તથા જમીન માટે વધારાના રૂ. ૩૦,૦૦૦=૦૦ (ત્રીસ હજાર) બહેન નીર્મળા તથા બહેન મનોરમાએ મળીને આપ્યા હતા. આમ, ભો. જે. વિદ્યાભવનની જમીન ઉપર ગ્રાઉન્ડ ફલોરમાં ગ્રંથાલય અને વાચનખંડ, પ્રથમ મજલો કાર્યાલય, નિયામકશ્રીની ઓફિસ, વર્ગખંડ અને અધ્યાપકો માટેના બેઠકખંડ, બીજા મજલે વર્ગખંડો અને ત્રીજા મજલે સંગ્રહાલય એમ ઇમારતનું બાંધકામ કરવામાં આવ્યું. ત્યારબાદ તા. ૧૭-૫-૧૯૬૦ (મંગળવાર, સવારે ૯ વાગ્યે)ના રોજ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના શુભ હસ્તે ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આમ, ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટેની સંસ્થાની સ્થાપનાનું સ્વપ્ન સાકાર થયું. આ ભગીરથ કાર્યમાં જોડાયેલા દાતાશ્રીઓ, મહાનુભાવો, અધ્યાપકો અને ભગિની સંસ્થાઓ, રાજ્ય સરકાર, યુનિવર્સિટીના સાથ સહકાર અને યોગદાનની અહીં સહર્ષ નોંધ લઈએ છીએ. સંપાદકો શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન સ્થાપના For Private and Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 125