Book Title: Samipya 1993 Vol 10 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુકલ યજુર્વેદ (માધ્યન્દિન) સંહિતામાંથી રુદ્રાષ્ટાધ્યાયીનું ચયન લમેશ જોષી * ના ગૌણ દેવતા ૨૮, યજુર્વેદમાં પ્રધાન દેવતા બને છે. કેટલાક પાશ્ચાત્ય વિદ્વાને તેને તકાનના દેવતા (storm god) માને છે. ભારતીય પરંપરા રુદ્રને અગ્નિનું પ્રતીક માને છે. શિવલિંગ અગ્નિ-જવાલાનું સૂચન કરે છે. દિના સ્થાને જલાધારી હોય છે. અગ્નિમાં ઘીની ધારા દ્વારા આહતિ અપાય તેમ શિવલિંગ ઉપર જળાદિની ધારાથી અભિષેક થાય. શિવ-ઉપાસક ભસ્મ ધારણ કરે છે. તેમાં પણ રદ્રની અગ્નિ સાથેની અભિન્નતા કારણરૂપ છે. તેથી પાર્થિવ-અનિ, અંતરિક્ષનો વિદ્યુતઅગ્નિ અને શુકને સૂર્ય આ ત્રણેય રુદ્રનાં જ સ્વરૂપ છે. શુકલ યજુર્વેદ માધ્યન્દિન સંહિતા - ૧૬)માં જોવા મળતું વ્યાપક રૂદ્રનું નિરૂપણ જોતાં જણાય છે કે રુદ્ર સૃષ્ટિના કારણરૂપ સગુણ બ્રહ્મ અથવા પરમાત્મા છે. આ રૂદ્રની આરાધનારૂપે શિવલિંગ ઉપર અવિચ્છિન્ન જલાદિની ધારાથી અભિષેક કરવામાં આવે છે. આ પ્રસંગે શુકલ યજુર્વેદ માધ્યન્દિન સંહિતા (. ય. મા. સં.) ના, વિશેષ રીતે સંકલિત કરલા મંત્ર ઉચ્ચારવામાં આવે છે. આ મંત્ર-સમૂહને રુદ્રાષ્ટાધ્યાયી કે રુદ્રી કહે છે. યજન -પૂજન) પ્રધાન વેદને યજુર્વેદ કહે છે. યાજ્ઞવલ્કયે આદિત્ય પાસેથી પ્રાપ્ત કરેલા અને બ્રાહ્મણભાગના મિશ્રણ વગરના વદને શુકલ યજુર્વેદ કહે છે. કૃષ્ણ યજુર્વેદની ૮૬ અને ૨. ય.ની ૧૫ એમ મળીને યુજવેદની ૧૦૧ શાખાઓ થઈ હતી. આ સૂચવે છે કે પ્રાચીન સમયમાં યજુર્વેદને અભ્યાસ કેન્દ્રસ્થાને રહ્યો હશે.૪ શુ. ય.ની ૧૫ શાખાઓમાંથી હાલ બે શાખાઓ-માધ્યદિન અને કાવ ઉપલબ્ધ છે. શુ. ૫.ની જે શાખાનું ગ્રહણુ માધ્યન્દિન નામના શિષ્ય કર્યું તે શાખાને માધ્યન્દિન કહે છે. શુ.ય. મ. સ.માં કુલ ૪૦ અધ્યાય છે અને બધા મળીને ૧૯૭૫ મંત્રો (વસ્તુત: કડિકાઓ) છે. આ મંત્રોમાંથી ૨૦૭ મંત્રોનું ચયન કરીને રુદ્રાષ્ટાધ્યાયીનું સંકલન કરવામાં આવ્યું છે. આ આઠ અધ્યાયોને બે રીતે ગણાવાય છે. એક રીત પ્રમાણે, અ. ૧ (Tનાનત્વ...મંત્ર ૧૦), અ. ૨ પરષસૂક્ત, મંત્ર ૨૨), અ. ૩ (અપ્રતિરથ સૂક્ત, મંત્ર ૧૭), અ. ૪ (મૈત્રસક્ત, મંત્ર ૧૭), અ. ૫ (શતરદિય, મંત્ર ૬૬), અ, ૬ (વય ૪ સોમ... મ. ૧૦), અ. ૭ (૩૪પ્રશ્ન...મ'. ૭), અ. ૮ વાગ મ'. રઈ-આ આઠ અધ્યાયોની રૂદ્રાષ્ટાધ્યાયી બને છે (કુલ મત્રો ૧૭૮). એને અંતે શાન્તિકરણ અધ્યાય (શ્ન વારં gg...મત્ર ૨૪) જોડેલ છે (એટલે મંત્રસંખ્યા ૨૦૨ થાય છે). દ્રાષ્ટાધ્યાયીની સમાપ્તિમાં સ્વસ્તિપ્રાર્થનાદિના ૧૩ મંત્રો છે. તેમાં શુ.ય.મા.સ.ના આ મંત્રો છે (પરંતુ બે મંત્રો જિaો નાકાશિ... અને ચૌઃ રાતિઃ...પુનરુક્ત હોવાથી નવા મંત્રો ૫). તદુપરાંત પંચમુખી શિવનાં. અનામે પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને ઊર્વ મુખના પાંચ મત્રો કૃષ્ણ યજુર્વેદ તૈત્તિરીય આરણ્યક (પ્રપાઠક ૧૦, અનુવાક ૪૩ થી ૪૭)માંથી લીધા છે.પ સર્વ વેદોના રસરૂપે સામને નિરૂપતે અંતિમ મંત્ર છે (જેનું મૂળ જણાયું નથી). આમ સ્વસ્તિક પ્રાર્થનાદિના નવા ૫ મંત્રોને ઉમેરતાં કુલ ૨૭ મંત્રો રુદ્રાષ્ટાધ્યાયીમાં શુ. યુ. મા. સં.ના છે. આ રીતે આઠ અધ્યાયે થાય.મા.વાજસનેયીઓની આહ્નિકસુત્રાવલિમાં આપેલા છે. ૬ * રીડર, સંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ શુકલ યજુર (માધ્યન્દિન) સહિતામાંથી રૂદ્રાષ્ટાધ્યાયીનું ચયન ] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 94